મહુવા તાલુકાના તલગાજરડા ગામે આવેલ ચિત્રકુટ ધામ મધ્યે આજે બપોર પછી ૯મી ભજન વિચાર સંગોષ્ઠિનો પ્રારંભ થયો હતો. હર્ષદ ત્રિવેદીના સંચાલન તળે ઈ.સ.૧૯૦૧ થી ૨૦૦૦ના ગુજરાતી સંત સાહિત્યની પુષ્ઠ ભૂમિકા વિશે રમેશ મહેતાએ તેમજ સંત કવિ પ્રિતમદાસ વિશે પ્રશાંત પટેલે વાત કરી હતી સુરેશ જોશીએ બંસરી અને મોરલી રૂપકાત્મક ભજન સ્વરૂપ વિશે રસપ્રદ વાત કરી હતી. અહી મોટી સંખ્યામાં ભજન મર્મીઓ ભજન પ્રેમીઓ અભ્યાસુઓ હાજર રહ્યા છે પૂ.મોરારિબાપુના સાનિધ્યમાં પ્રતિવર્ષ આ ઉપક્રમ યોજાય છે આજે રાત્રે સંતવાણી એવોર્ડ તેમજ સંતવાણીની પ્રસ્તુતિ થઈ હતી.