ભાવનગર એસ.ઓ.જી.ને મળેલી પૂર્વ બાતમીનાં આધારે શહેરનાં રસાલા કેમ્પ, મનુભાઈ ગાઠીયાવાળાની સામે વાલ્મીકી વાસમાં જુગાર અંગે દરોડો પાડતા સ્ટ્રીટ લાઈટનાં અજવાળે જુગાર રમતા અમીપરાનો અકરમ મહેબુબભાઈ ખોખર ઉ.વ.૨૮ વિસાવદર જુનાગઢ વાળો જયદેવ કનુભાઈ બરડીયા તથા રસાલા કેમ્પનો કિશોર જીવાભાઈ પરમાર ઉ.વ.૪૫ને ગંજીપાના રોકડ રૂા.૪૨૫૦નાં મુદ્દામાલ સાથે ઝડપી જુગાર ધારા તળે કાયદેસરની કાર્યવાહી કરીને નિલમબાગ પો.સ્ટે.માં સોપી આપ્યા હતા.