પાસ-કોંગ્રેસની સીટોની સોદાબાજીઃ ૪૦ સીટોની ’ડીલ’ કેન્સલ થતાં ભડકોૃ

608
guj21112017-8.jpg

પાસએ કોંગ્રેસ પાસે પાસના ૧૧ આગેવાનો સહિત ૪૦ ઉમેદવારોને ટિકિટ આપવાની માગણી કરી હતી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિએ કોંગ્રેસ પાસે પાસના ૧૧ આગેવાનો સહિત ૪૦ ઉમેદવારોને ટિકિટ આપવાની માગણી કરી હતી. પરંતુ કોંગ્રેસની પ્રથમ યાદીમાં પાસના માત્ર ૩ જ ઉમેદવારો જાહેર થતાં અને પાસે માંગેલી અન્ય ૨૯ ટિકિટોમાં પણ કોંગ્રેસે પોતાના ઉમેદવારો મૂકી દેતાં પાસના નેતાઓ અકળાઇ ઊઠ્યાં હતાં અને કોંગ્રેસ સામે વિરોધ શરૂ કર્યો હતો. પાસ અને કોંગ્રેસ વચ્ચે ટિકિટના મામલે થયેલા રમખાણ વચ્ચે પાસના કન્વીનર હાર્દિક પટેલની સૂચક ચૂપકીદી અને દિનેશ બાંભણિયાના જાહેર વિરોધની ગંભીર નોંધ લેવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે પાસના નેતાઓ દ્વારા રણનીતિ ઘડવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે સીધું જોડાણ કરવાને બદલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની પાટીદાર સમર્થિત ૪૮ બેઠકોમાંથી ૪૦ બેઠકો પર પાસ દ્વારા આપવામાં આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે તો પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આ ઉમેદવારોને જીતાડવા માટે કોશિશ કરવામાં આવશે.
 

Previous articleકોંગ્રેસને ફટકો : એકલા હાથે ચૂંટણી લડવા NCP તૈયાર
Next articleમુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ પશ્ચિમથી ભર્યું ફોર્મ,૧૫૦ સીટ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો