એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો.મહિપાલસિંહ ગોહીલ તથા પોલીસ હે.કો. જે.બી. ગોહીલને સંયુકતમાં મળેલ બાતમી આધારે મેઇન બજાર, જમાદાર શેરી પાસેથી આરોપી અકરમભાઇ મહેબુબભાઇ ખોખર જાતે સીપાઇ ઉ.વ.૨૮ રહે અમીપરા રેવડી બજારનો ખાંચો ભાવનગર વાળાને જુદી જુદી કંપનીના ચોરી કરેલ મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂ. ૪૪,૫૦૦/- સાથે ઝડપી પાડી મજકુર ઇસમને મોબાઇલ બાબતે પુછપરછ કરતા પોતે મેઇન બજાર તથા શાકમાર્કેટ માંથી જુદા જુદા માણસોના ખીસ્સામાંથી ચોરી કરીને લઇ લીધેલાની કબુલાત આપતા મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરી એસ.ઓ.જી. શાખાના જે.બી.ગોહીલ, મહાવીરસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. મહિપાલસિંહ ગોહીલ, રાજદીપસિંહ ગોહીલ, વિશ્વજીતસિંહ ઝાલા તથા અબ્બાસઅલી દેવજીયાણી જોડાયા હતા.