આઈસીસી વર્લ્ડ ટી-૨૦ઃ હરમનપ્રીત કૌરની કેપ્ટન તરીકે પસંદગી

1131

આઇસીસી મહિલા ટી-૨૦ વિશ્વ કપ સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મિતાલી રાજને ન રમાડતા અને બાદમાં ટીમની હારે હરમનપ્રીત કૌર પર તમામ પ્રકારના સવાલો ઉભા કરી દીધા છે. ખબરો એવી પણ આવી રહી છે કે, વિવાદો વચ્ચે પસંદગીકર્તાઓની સમિતિ (સીઓએ) મિતાલી રાજ અને હરમનપ્રીતને બોલાવ્યા છે. જોકે, આ દરમિયાન મહિલા ક્રિકેટને લઇ એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતની સ્ટાર બેટ્‌સમેન હરમનપ્રીત કૌરને આઇસીસી મહિલા વિશ્વ ટી-૨૦ ટીમની કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવી છે, જેમા સલામી બેટ્‌સમેન સ્મૃતિ મંદાના અને લેગ સ્પિનર પૂનમ યાદવ પણ સામેલ છે. રવિવારે સમાપ્ત થયેલ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓના પ્રદર્શનનાં આધારે ટીમની પસંદગી કરવામાં આવી. ઓસ્ટ્રેલિયાઇ મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં ઇંગ્લિશ મહિલા ટીમને હરાવતા ચોથી વાર મહિલા વિશ્વ ટી-૨૦નો પુરસ્કાર પોતાના નામ કર્યો. આઇસીસીની આ અંતિમ ઇલેવનમાં ઇંગ્લેન્ડની ત્રણ, ઓસ્ટ્રેલિયાની બે તથા પાકિસ્તાન, ન્યૂઝિલેન્ડ અને વેસ્ટઇન્ડિઝની પણ એક-એક ખેલાડીને સામેલ કરવામાં આવી છે.

આઇસીસીની વિશ્વ મહિલા ટી-૨૦ ટીમ આ પ્રકારે છેઃ હરમનપ્રીત કૌર (ભારત, કેપ્ટન), એલિસ હીલી (ઓસ્ટ્રેલિયા), સ્મૃતિ મંદાના (ભારત), એમી જોંસ (ઇંગ્લેન્ડ, વિકેટકીપર), ડિયાંડ્રા ડોટિન (વેસ્ટઇન્ડિઝ), જોવિરયા ખાન (પાકિસ્તાન), એલિસે પેરી (ઓસ્ટ્રેલિયા), લેગ કાસ્પેરેક (ન્યૂઝિલેન્ડ) આન્યા શ્રબસોલે (ઇંગ્લેન્ડ), ક્રિસ્ટી ગોર્ડન (ઇંગ્લેન્ડ), પૂનમ યાદવ (ભારત), ૧૨મી ખેલાડીઃ જાહનારા આલમ (બાંગ્લાદેશ).

Previous articleટેસ્ટ સિરીઝમાં વોર્નર-સ્ટિવ સ્મિથ ઓસ્ટ્રેલિયાને મદદ કરશે
Next articleરિટાયરમેન્ટ બાદ છત્તીસગઢમાં ક્રિકેટ એકેડમી શરૂ કરવાની ધોનીની ઈચ્છા