ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ગત મહિના દરમિયાન ટીમ ઇન્ડિયાની ટી ૨૦ ટીમથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો હતો.જેમ કે પહેલા જ સ્પષ્ટ થઇ ગયું છે કે ધોની ૨૦૧૯ વર્લ્ડ કપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. એવામાં એના પ્રશંસકોને એવો પ્રશ્ન છે કે રિટાયરમેન્ટ બાદ ધોની શું કરશે? જો કે ધોનીએ પણ આ માટે વિચારવાનું શરૂ કરી દીધું છે અને એ ઘણા બધા કામો પણ કરી રહ્યો છે. તાજેતરમાં જ ધોનીએ છત્તીસગઢના ખેલાડીઓ માટે પ્રદેશમાં ક્રિકેટ એકેડમી શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. એના માટે ધોનીએ ખેલ વિભાગને એક ડ્રાફ્ટ બનાવીને મોકલ્યો છે. રાયપુરના શહીદ વીરનારાયણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી શરૂ કરવાને લઇને વાત ચાલી રહી છે. ખેલ વિભાગે એમઓયૂ પર પોતાની ટિપ્પણી આપ્યા બાદ હવે રાજ્ય શાસનને પ્રસ્તાવ મોકલ્યો છે.