ફ્રાન્સને  ૩-૧થી હરાવી ક્રોએશિયા બન્યું ડેવિસ કપ ચેમ્પિયન

960

ક્રોએશિયા ૧૩ વર્ષ બાદ ફરી એક વખત ચેમ્પિયન બન્યું છે. તેણે યમજાન ફ્રાન્સને હરાવીને આ ટાઈટલ જીત્યું છે. ૪ વખતના ચેમ્પિયન ફ્રાન્સ પાસે સતત બીજા વર્ષે આ ટાઈટલ જીતવાની તક હતી, પરંતુ ક્રોએશિયાએ તેની આશાઓ ઉપર પાણી ફેરવી દીધું છે. ક્રોએશિયા આ અગાઉ ૨૦૦૫માં ચેમ્પિયન બન્યું હતું. તેણે ૨૦૦૫માં સ્લોવાકિયાને ફાઈનલમાં હરાવીને પ્રથમ વખત ડેવિસ કપ જીત્યો હતો.

ક્રોએશિયા અને ફ્રાન્સ વચ્ચે લગભગ ૨૩ થી ૨૫ નવેમ્બર વચ્ચે લિલેમાં ડેવિસ કપની ફાઈનલ રમાઈ હતી. આ બંને દેશ વચ્ચે ચાર મહિના પહેલા મોસ્કોમાં યોજાયેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં ફાઈનલ રમાઈ હતી. એ સમયે ક્રોએશિયાને હરાવીને ફ્રાન્સ ફૂટબોલ ચેમ્પિયન બન્યું હતું. રસપ્રદ બાબત એ હતી કે, ફ્રાન્સે ક્રોએશિયાને હરાવીને પોતાનો બીજો વર્લ્ડ કપ જીત્યો હતો. હવે ક્રોએશિયાએ ફ્રાન્સને હરાવીને બીજી વખત ડેવિસ કપ જીત્યો છે. ડેવિસ કપ ટેનિસમાં પુરુષ વર્ગની ટીમ ઈવેન્ટ છે.

ક્રોએશિયાએ ડેવિસ કપની ફાઈનલમાં ફ્રાન્સને ૩-૧થી હરાવ્યું હતું. ક્રોએશિયાની ટીમ બે દિવસની રમત બાદ ૨-૧થી આગળ હતી. અંતિમ દિવસે યોજાનારા બે રિવર્સ સિંગલ્સમાં તેને એક વિજય જરૂરી હતી. આ વિજય પહેલાં જ રિવર્સ સિંગલ્સમાં તેને જીત મળી ગઈ. આ મુકાબલામાં ક્રોએશિયાના સ્ટાર ખેલાડી મારિન સિલિચે લુકાસ પાઉલીને ૭-૬ (૭-૩), ૬-૩, ૬-૩થી હરાવ્યું હતું. ક્રોએશિયાએ ૨૦૦૫માં જ્યારે પ્રથમ વખત ડેવિસ કપ જીત્યો ત્યારે પણ મારિન ટીમમાં હતો અને આ વખતે પણ તે ટીમમાં સામેલ હતો. મારિન સિલિચે ફાઈનલના આગલા દિવસે પણ એક મેચ જીતી હતી. તેણે પોતાના પ્રથમ અને બીજા દિવસના મુકાબલામાં જો વિલ્ફ્રેડ સોંગાને ૬-૩, ૭-૫, ૬-૪થી હરાવ્યો હતો. ફાઈનલ મુકાબલાના બીજા દિવસે ફ્રાન્સે ડબલ્સ મેચ જીતીને પુનરાગમન કર્યું હતું.

Previous articleમિતાલી મુદ્દે રાયનો પહાડ કરવામાં આવી રહ્યો છે : ડાયના એડુલ્જી
Next articleહાઈકોર્ટે ભાવનગર-વેરાવળ વચ્ચેની જમીન સંપાદન વટહુકમ રદ કર્યો