હાઈકોર્ટે ભાવનગર-વેરાવળ વચ્ચેની જમીન સંપાદન વટહુકમ રદ કર્યો

1460

ભાવનગરથી વેરાવળ વચ્ચે નેશનલ હાઇવે માટેના જમીન સંપાદન મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે હાઈકોર્ટે જમીન સંપાદન વટહુકમ રદ્દ કર્યો છે.

આ સિવાય હાઈકોર્ટે વડોદરાથી મુંબઇ વચ્ચેના હાઇવેને લઇ કહ્યું કે, નેશનલ હાઇવે ઓથોરિટી ખેડૂતોને ૫૦૦થી ૧૦૦૦ કરોડની રકમ ચૂકવે.

મળતી માહિતી પ્રમાણે, રાજ્યના એક લાખ જેટલા ખેડૂતોને રાહત આપતા હાઈકોર્ટે જમીન સંપાદન અધિકારીએ કરેલા હુકમને રદ કરી નાખ્યો છે. હાઈકોર્ટે ભાવનગર-વેરાવળ નેશનલ હાઈવે માટે જમીન સંપાદનને લઈને અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે માટે સંપાદિત થયેલ જમીન મુદ્દે મોટી રાહત આપી છે.

સાથે જ આદેશ પણ આપ્યો છે કે, જમીન સંપાદન માટે જંત્રી અને માર્કેટ વેલ્યુના તફાવતને ગણતરીમાં લેવામાં આવે છે. તફાવત ગણતરીમાં લીધા વિના વળતર નક્કી ન થઈ શકે. જેથી જંત્રીની ઓછી કિંમતનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે.

તો અધિકારીઓ વળતરના કેસમાં તમામ બાબતોને ધ્યાનમાં રાખી નિર્ણય લે. સાથે જ જમીન સંપાદનના કાયદાની જોગવાઈનું પણ પાલન કરે.

Previous articleફ્રાન્સને  ૩-૧થી હરાવી ક્રોએશિયા બન્યું ડેવિસ કપ ચેમ્પિયન
Next articleશિક્ષકોની ભરતી કરવા માટે ર૦૦ થી વધુ ઉમેદવારોની શિક્ષણમંત્રીને રજુઆત