રાયસણ ખાતે બ્રહ્માકુમારીના દશમાં વાર્ષિકોત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

856

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિધ્યાલયની ઉર્જાનગર સ્થિત સેવાકેન્દ્રના દશમા વાર્ષિકોત્સવ નિમિત્તે રાજયોગીની કૈલાશદીદીજીની અધ્યક્ષતામાં બ્રહ્માકુમારીઝના   નિયમિત  વિદ્યાર્થીઓ -બ્રહ્માકુમાર અને બ્રહ્માકુમારી ઓના  આંતરિક આધ્યાત્મિક  વિકાસ માટે વિશેષ જ્ઞાન-યોગ ભઠ્ઠીનું   આયોજન સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્ર, રાયસણ ખાતે    રવિવાર, ૨૫ નવેમ્બર,૨૦૧૮ ના રોજ સવારે ૯ થી સાંજે ૭ સુધી કરવામાં આવેલ છે. ભઠ્ઠી કરાવવા માટે બ્રહ્માકુમારીઝના આંતર રાષ્ટ્રિય મુખ્યાલય માઉન્ટ આબુથી આદરણિય રાજયોગી રામનાથભાઈજી ખાસ પધારેલ અને તેમની સાથે મીડિયા વિંગના રાજયોગી ગોવિંદભાઈ પણ પધારેલ.

આ ભઠ્ઠીમાં સેકટર.૨૮, ચિલોડા, ઉર્જાનગર,સેકટર.૨, સરગાસણ, સરઢવ સેકટર.૩૦, સેકટર.૫ સેવાકેન્દ્રો  અને ૭૦ જેટલી રાજયોગ ગીતા પાઠશાળા ના ૧,૨૦૦ જેટલાં ભાઈ બહેનો ઉપસ્થિત રહેલ.   આવનાર સૌ ભાઈ બહેનોનું બ્રહ્માકુમારી બહેનો દ્વારા આત્મ સ્મૃતિનું તિલક કરી સ્વાગત કરવામાં આવેલ.ભઠ્ઠીના પ્રારંભ માં બ્રહ્માકુમારી બહેનો અને રાજયોગી ગોવિંદભાઈ દ્વારા  સૌ  એ વિશેષ ધ્યાન-યોગ કરાવેલ. ત્યારબાદ આમંત્રિત મહેમાનો નું પુષ્પગુચ્છથી અને  સ્વાગત નૃત્ય દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવેલ.

ઉર્જાનગર સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે. રંજનબેને શબ્દોથી સૌનું સ્વાગત અભિવાદન કરેલ. તત પશ્ચાત મંચ પરના મહેમાનો અને તમામ સેવાકેન્દ્રોની  બ્રહ્માકુમારી બહેનો દ્વારા કેન્ડલ લાઇટિંગ કરી ભઠ્ઠીનું વિધિવત ઉદઘાટન કરેલ. ત્યારબાદ આદરણિય કૈલાશદીદી દ્વારા સૌને આશીર્વાદ આપવામાં આવેલ અને ભઠ્ઠી ની શરૂઆત થયેલ. રામનાથ ભાઈ અને ગોવિંદ ભાઈ દ્વારા તેમના પ્રવચન મા  સૌને આધ્યાત્મિક ઉન્નત્તિ માટે સુંદર માર્ગ દર્શન પૂરું પાડવામાં આવેલ. કાર્યક્રમ ખૂબ જ સુંદર રહેવા પામેલ.

Previous articleરાંધેજા ગામેથી રૂ. ૧પ,રપ૦/- જુગારની પેથાપુર પોલીસની રેડ
Next articleમધૂર ડેરી દ્વારા ડૉ. કુરિયનની જન્મજયંતિની ઉજવણી કરાઈ