મધૂર ડેરી દ્વારા ડૉ. કુરિયનની જન્મજયંતિની ઉજવણી કરાઈ

859

મિલ્ક દિવસ અને મિલ્ક મેન ડો. કુરિયનની જન્મજયંતી ૨૦૧૮ની ઉજવણી કાર્યક્રમ. ભારતની શ્વેતક્રાંતિના પિતા ડી. કુરિયનની ૯૭મી જન્મજયંતી અને મિલ્ક ડે તા. ૨૬ નવેમ્બરની ઉજવણીના ભાગરૂપે મધુર ડેરી ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

સમગ્ર ભારતની દૂધ સહકારી સંસ્થાઓને સાંકળી લેતી જમ્મુથી આણંદ અને કચ્છથી આણંદ સુધીની બાયકર્સ રેલી રવિવાર ના રોજ મધુર ડેરી ખાતે પહોંચી હતી. મધુર ડેરીના ચેરમેન અને સમગ્ર કર્મચારીઓ  દ્વારા આ રેલીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.  વિશેષ કાર્યક્રમમાં મધુર ડેરીના ચેરમેન ડો. શંકરસિંહ રાણા એ કુરિયન સાહેબના જીવન અને સિદ્ધાંતો ની સુંદર રજુઆત કરી હતી. તેમણે અમુલ પેટર્ન અને સહકારી ક્ષેત્રમાં કુરિયન સાહેબના ફાળા વિશે સૌને માહિતગાર કર્યા હતા.

સંસ્થાના એમડી મનોહરસિંહ ચૌહાણે મધુર ડેરી પશુપાલકોને સૌથી વધુ દુધ ભાવો આપીને કુરિયન સાહેબના એ સહકારી ક્ષેત્રના ઉદ્દેશોને સાકાર કરે છે. બાયકર્સ રેલીના તમામ યુવાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના આ અભિયાનને આભિનંદન પાઠવ્યા હતા.

Previous articleરાયસણ ખાતે બ્રહ્માકુમારીના દશમાં વાર્ષિકોત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
Next article‘જોવા જેવી દુનિયા’ મહોત્સવનો ૧૧ લાખ જેટલા ભાવિક લાભ લીધો