અમદાવાદમાં એક સાથે ૪ ના મોત : લઠ્ઠાંકાડની આશંકા

990

અમદાવાદમાં લઠ્ઠાકાંડની અફવા/ એક સાથે ચાર લોકોના મોત થતા પોલીસ દોડતી થઈ. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક જ દિવસમાં ચાર લોકોના મોતને લઈ લઠ્ઠાકાંડ થયો હોવાની અફવા ફેલાઈ હતી. અફવાને પગલે દોડતી થયેલી પોલીસે તપાસ કરતા ચારેય લોકોના મોત અલગ અલગ કારણથી થયા હતાં. ચારેય લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કેફીપીણું મળી અવાયું ન હતું.

ઉલ્લેખનીય છે કે હાલમાંજ વટવામાં પણ ઝેરી નશાથી બે મિત્રોના મોત થયા હતા.  વસ્ત્રાલ ગામમાં રહેતા જડીબેન ડાભી (ઉ.વ.૭૦) અને શાંતાબેન રાવળ (ઉ.વ.૯૦)ના કુદરતી રીતે મોત થયા છે. કાનજી સોલંકી (ઉ.વ.૩૦)નું મોત એટેક આવવાથી જયારે કનુભાઈ સોલંકી (ઉ.વ.૨૧)નું મોત બીમારીમાં ચક્કર આવવાથી થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Previous articleવિધાનસભાની કામગીરી ઓટોમેટેડ-પેપરલેસ બનાવવા દ્વિ-દિવસીય ઓરીએન્ટેશન વર્કશોપનો પ્રારંભ
Next articleજમીનનો અધિકાર માંગવા મોટી સંખ્યામાં દલિત આદિવાસીઓ ગાંધીનગરમાં ઉમટયા