સુરત : વેસુ વિસ્તારમાં આગમ આર્કેડમાં લાગેલી ભીષણ આગમાં ફસાયેલા ૫૦થી વધુને કરાયા રેસ્ક્યું

664

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા આગમ આર્કેડમાં પહેલા માળની દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. પહેલા માળે દુકાનમાં લાગેલી આગનો ધુમાડો ઉપર સુધી ફેલાયો હતો. જેથી ઉપરના માળે આવેલી હોસ્પિટલમાં અને ટ્યુશન ક્લાસમાં ફસાયેલા ૫૦થી વધુ લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને ૧૦૮ સહિત પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

વેસુના આગમ આર્કેડમાં ગ્રાઉન્ડ ફ્‌લોર પર આવેલી શોપમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે, આગના ધુમાડા જોત જોતામાં સમગ્ર આર્કેડમાં ફેલાયા હતાં. દુકાનની ઉપરના માળે આવેલી હોસ્પિટલમાં આગના ધુમાડા પહોંચતાં લોકો ફસાયા હતાં. જેમને ફાયરબ્રિગેડના જવાનોએ ક્રેઈન દ્વારા બહાર કાઢ્યાં હતાં. હોસ્પિટલમાં પ્રાથમિક તબક્કે ૫૦થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતાં. જ્યારે આગ પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડે જહેમત ઉઠાવી છે. બીજી તરફ ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

આગમ આક્રેડમાં ઉપરના માળે બાળકો પણ ફસાયાં હતાં. ટ્યુશન ક્લાસમાં આવેલા બાળકો ધૂમાડાથી ગૂંગળામણ અનુભવતાં ૫૦થી વધુને રેસ્ક્યુ કરાયાં હતાં. બાળકોને ફાયરબ્રિગેડની ક્રેન દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં. ફાયરબ્રિગેડની લગભગ પાંચથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેમણે આગ પર કાબુ મેળવવાની સાથે સાથે ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.

વેસુના આગમ આર્કેડમાં લાગેલી આગની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. સાથે સાથે આગના કારણે આસપાસમાંથી ટ્રાફિક હળવો કરવા પણ પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં. જીસ્ઝ્ર કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, કોર્પોરેટર, સહિત અથવા ઝોનના તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં.

આગ બાદ આગમ આર્કેડમાં ૧૫ વ્યક્તિ ફસાયા હતાં. જેમાં ૫ ને હોસ્પિટલ ખસેડાયા, ૨ ની હાલત ગંભીર હોય એમ કહી શકાય, એસીમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો હતા પણ ઓપરેટ ન કરી શકાયા હોવાનું એસએમસી કમીશનરે કહ્યું હતું.

Previous articleજમીનનો અધિકાર માંગવા મોટી સંખ્યામાં દલિત આદિવાસીઓ ગાંધીનગરમાં ઉમટયા
Next articleબોર્ડ પરીક્ષાર્થી માટે ડિસેમ્બરના અંત સુધીમાં ટોલ ફ્રી હેલ્પલાઇન