હિંમતનગર વિધાનસભા ની બેઠક પર ઉમેદવારી નોંધાવતા ભાજપ ના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ચાવડા ની સાથે રાષ્ટ્રીય યુવા પ્રમુખ અમિત ઠાકર, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ હાજર રહયા હતા.
આજે હિંમતનગર વિધાનસભા ની બેઠક પરથી ભાજપ ના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ ચાવડા એ ઢોલ -નગારા, ડી.જે.ના સાઉન્ડ સાથે વાજતે-ગાજતે હજારો કાયૅક્રરતા ઓની સાથે પ્રાંત કચેરી જઈ ૧રઃ૩૯ મીનીટ એ ઉમેદવારી ફોમૅ ભયુૅં હતું. અને આ પ્રસંગે રાષ્ટ્રીય યુવા પ્રમુખ અમિતભાઈ ઠાકોર,પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ હાજર રહયા હતા.
આજ બેઠક પરથી રાજેન્દ્રસિંહ ચાવડા ર૦૧પ માં પેટા ચુંટણી માં કોંગ્રેસ ના ઉમેદવાર વિપુલ પટેલ સામે ચુંટણી લડીને ર હજાર થી વધુ મતોની લીડ થી વિજેતા થયા હતા.
હિંમતનગર વિધાનસભા ની બેઠક માટે એક ડઝન થી વધુ ઉમેદવારો એ ટીકીટ ની માંગણી કરી હતી. પરંતુ રાજેન્દ્રસિંહ ચાવડા ની કામગીરી ને બિરદાવી હાઈકમાન્ડ એ બીજી ટમૅ માટેની ટીકીટ ની ફાળવણી કરતાં સમથૅકો માં ખુશી નો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
આજે ઉમેદવારી નોંધાવ્યા બાદ રાજેન્દ્રસિંહ ચાવડા એ પત્રકારો સાથેની વાતચીત માં ગુજરાત માં ભાજપ ૧પ૦ થી વધુ બેઠકો જીતશે. તેઓ તેમણે દાવો કયૉે હતો. ભાજપ ની વરસોથી ચાલી આવતી પરંપરા મુજબ રાજેન્દ્રસિંહ ચાવડા એ ૧રઃ૩૯ મીનીટ એ જીલ્લા ના ઉમેદવારો માં પ્રથમ ઉમેદવારી ફોમૅ ભરી પાટીૅ ની ઉમેદવારી ફોમૅ ભરવાની સમયગાળા ની ચાલતી પરંપરા ને સાચવી રાખી હતી.