ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી માર્ચ-ર૦૧૯થી શરૂ થનારી ધોરણ-૧૦ અને ધોરણ-૧રની બોર્ડની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન આગામી મહિને ડિસેમ્બર માસના અંતથી શરૂ થશે. બોર્ડ દ્વારા શરૂ કરાનારી આ હેલ્પલાઇન પરીક્ષાઓ ચાલુ રહેશે ત્યાં સુધી કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્સ્પર્ટ કાઉન્સિલર તેમજ સાઈકોલોજિસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ટોલ ફ્રી હેલ્પલાઇન નં. ૧૮૦૦ ર૩૩ પપ૦૦ છે. હેલ્પલાઇન સવારે ૧૦-૦૦ થી સાંજે ૦૬-૩૦ ના સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. આગામી તા.૧૦ ડિસેમ્બરથી સીબીએસઈ શાળાઓમાં પણ ધોરણ ૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પૂર્વે જેમાં વિદ્યાર્થીઓને બદલાયેલી પરીક્ષા પદ્ધતિ અંગે પણ જાણકારી અપાશે. કાઉન્સેલિંગ સેશન શરૂ કરાશે. આ કાઉન્સેલિંગ સેશનમાં શિક્ષકો, વિષય નિષ્ણાતો અને અન્ય કાઉન્સેલર સાથેની ટીમ રહેશે. તેઓની સાથે-સાથે કેટલાક કિસ્સાઓને પણ સાથે જોડીને જવાબો આપશે. બોર્ડની પરીક્ષા આપનાર વિધાર્થીઓ પરીક્ષા દરમિયાન ખૂબ તણાવમાં હોય છે અને તણાવમાં અનિચ્છનીય પગલું ભરવા સુધી જતા હોય છે.
ત્યારે આ વિધાર્થીઓને માર્ગદર્શન આપવા સિવિલ હોસ્પિટલના માનસિક વિભાગ દ્વારા પણ ૨૪ કલાક હેલ્પ લાઈન શરૂ કરવામાં આવશે. જેનો નંબર છે ૭૦૪૬૧૩૦૬૫૨ રહેશે. આ નંબર ૨૪ કલાક માટે ઉપલબ્ધ રહેશે અને વિદ્યાર્થીઓને મદદ કરશે. કોઈપણ વિદ્યાર્થી આ નંબર પર ૨૪ કલાક માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે . આ હેલ્પ લાઈન પર મેડિકલના વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે. આઠ કલાક એક વિદ્યાર્થી અમે ૨૪ કલાક આ વિદ્યાર્થીઓ કામ કરશે. ફોન કરનાર વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી અને જરૂર પડશે તો તેને દવા અને સારવાર પણ સરકારી દવાખાનામાં આપવામાં આવશે. બોર્ડની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓ માનસિક તાણ કે હતાશાનો ભોગ ના બને અને હકારાત્કમ અભિગમ સાથે મુકતમને પરીક્ષા આપી શકે તે હેતુથી જ આ હેલ્પલાઇનનો પ્રયોગ દર વર્ષે કરાતો હોય છે.