શહેરના ચિત્રા રામદેવનગરમાં રહેતો શખ્સ બે ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો-ફરતો હોય એલસીબી ટીમે બાતમી રાહે વોચમાં રહી તેના ઘરેથી ઝડપી લીધો છે. ભાવનગર, એલ.સી.બી.ની ટીમ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.
તે દરમ્યાન ચિત્રા, રામદેવનગર, બીએસએનએલ કવાટર્સ પાસે આવતાં બાતમી રાહે હકિકત મળેલ કે, બોરતળાવ પો.સ્ટે.માં કલમઃ-૪૫૭,૩૮૦ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી અજય ઉર્ફે બાવલો લક્ષ્મણભાઇ સોલંકી રહે. ચિત્રા, રામદેવનગર, ભાવનગર વાળો તેનાં રહેણાંક મકાન પાસે આખી બાંયનો બ્લ્યુ કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ હાજર છે.
જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નાસતાં-ફરતાં આરોપી અજય ઉર્ફે બાવલો રહે.પ્લોટ નં.૨૬,ભાવના સોસાયટી, રામદેવનગર પાસે, ચિત્રા,ભાવનગર વાળો મળી આવેલ.જેથી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા માટે તેને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.આ આરોપીને બોરતળાવ પો.સ્ટે.નાં અન્ય એક ઘરફોડ ચોરીનાં ગુન્હામાં પણ પકડવાનો બાકી હતો.