૨૬/૧૧ હુમલાને ભારત ક્યારેય ભુલી ન શકે : યોગ્ય તકની તલાશ

765

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના એકબીજા પર પ્રહારો જારી છે. ભીલવાડામાં ચૂંટણી જનસભાને સંબોધતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. જનસભામાં નરેન્દ્ર મોદીએ ૨૬મી નવેમ્બર ૨૦૦૮ના દિવસે કરવામાં આવેલા આતંકવાદી હુમલાને લઇને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારત ૨૬-૧૧ના હુમલાને ભુલી શકે નહીં. અમે યોગ્ય તકની શોધમાં છે. જનસભાને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી ઉપર પણ મોદીએ પ્રહાર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે ૨૬મી નવેમ્બરની તારીખ આજે છે અને દિલ્હીમાં હુમલા વેળા મેડમનું શાસન ચાલતું હતું. રિમોટ કન્ટ્રોલથી સરકાર ચાલી હતી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી. મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ અને દિલ્હીમાં પણ કોંગ્રેસની સરકાર હતી. તે વખતે ત્રાસવાદીઓએ હુમલો કરીને અમારા દેશના નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. એ ભીષણ ઘટનાને આજે ૧૦ વર્ષ પુરા થયા છે. જ્યારે મુંબઈમાં આતંકવાદી ઘટના ઘટી હતી ત્યારે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો.

તે વખતે આતંકવાદની ઘટનાની કોઇ ટિકા પણ કરતા હતા તો રાજદરબારી એવી રીતે ઉછળી પડતા હતા જાણે તેમના જ કોઇ લોકો હતા. કોંગ્રેસના લોકો કહેતા હતા કે, આ યુદ્ધ છે. પાકિસ્તાને હિન્દુસ્તાન ઉપર યુદ્ધ છેડી દીધું છે. મોદીએ કહ્યું હતું કે, તે વખતે કોંગ્રેસના લોકો કહેતા હતા કે, તેઓ રાજનીતિ કરી રહ્યા છે. દિલ્હી સરકારના હાથ મજબૂત કરવા જોઇએ. કોંગ્રેસના લોકો તે વખતે મોટા મોટા ઉપદેશ આપી રહ્યા હતા. રાજદરબારી કોંગ્રેસની કથાને વાંચતા હતા. મુંબઈમાં એટલી મોટી આતંકવાદી ઘટના ઘટી ગઈ પરંતુ કોંગ્રેસને ચૂંટણી જીતવાની ચિંતા હતી. કોંગ્રેસ તે વખતે દેશભક્તિના પાઠ ભણાવી રહી હતી જ્યારે દેશના જવાનોએ ત્રાસવાદીઓને ઘરમાં ઘુસીને સર્જિકલ હુમલા કર્યા ત્યારે કોંગ્રેસના લોકો પુરાવા માંગી રહ્યા હતા. એક અખબારે લખ્યું હતું કે, ટ્રકો ભરી ભરીને લાશો લઇ જવી પડી હતી. દુશ્મનને તેના ઘરમાં ઘુસીને મારવામાં આવ્યા હતા. દરેક હિન્દુસ્તાનીને તે વખતે ગર્વ થયો હતો. તે વખતે કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો કે સર્જિકલ હુમલા થયા છે કેમ તેના પુરાવા આપો. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ મુજબ દેશના જાંબાઝ જવાનો હાથમાં કેમેરા લઇને જાય તેમ છે. આ રાજદરબારી કોંગ્રેસીઓથી વધારે સક્રિય થયેલા છે. મોદીએ કહ્યું હતું કે, પહેલા બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી, જમ્મુ, અમદાવાદમાં બ્લાસ્ટ થતા રહેતા હતા પરંતુ અમે આતંકવાદ સામે એવી લડાઈ લડી ચુક્યા છીએ કે, ત્રાસવાદીઓને કાશ્મીરી ધરતી બહાર નિકળવાનું મોંઘુ પડી રહ્યું છે.

 

Previous articleછત્તીસગઢ : એન્કાઉન્ટરમાં ૮ નક્સલીઓને ઠાર કરાયા
Next articleસિહોર શહેર કોંગ્રેસનો સાતમો જનસંપર્ક કાર્યક્રમ યોજાઈ ગયો