બરવાળા શહેરમાં કોંગ્રેસનો સ્નેહમિલન સમારોહ યોજાયો

1238

બરવાળા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમિલન સમારોહ તેમજ કોંગ્રેસનાં નવનિયુક્ત હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં રમેશભાઇ મેર (પ્રમુખ બોટાદ જિલ્લા કોંગ્રેસ) પંકજસિંહ વાઘેલા (પ્રમુખ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ) રાજેશભાઈ ગોહિલ (ધારાસભ્ય ધંધુકા) મહેન્દ્રસિંહ પઢેરીયા (પ્રભારી બોટાદ જિલ્લા કોંગ્રેસ) હિંમતસિંહ કટારીયા(ઉપ પ્રમુખ બોટાદ જિલ્લા પંચાયત) સહિતના કોંગ્રેસના આગેવાનો,હોદેદારો તેમજ બરવાળા શહેરમાંથી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બરવાળા મુકામે કોળી સમાજની વાડી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમિલન સમારોહ ઉપસ્થિત આગેવાનોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આગેવાનો દ્વારા પ્રવચનો આપ્યા હતા જેમાં વકરી રહેલ ભ્રષ્ટાચાર,મોંઘવારી,ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી,ખેડૂતોને પિયત માટે પાણી,વધતા જતા પેટ્રોલ-ડીઝલ તેમજ ઘરેલું ગેસનાં ભાવોએ આમ જનતાને કમર ઉપર બોજો સહન કરવો પડે છે તેમજ ભ્રષ્ટાચાર જેવા અનેક મુદાઓ ઉપર ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરી સરકારને આડે હાથ લીધી હતી. આ પ્રસંગે બરવાળા શહેર કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વેગડનું શહેરનાં ઠાકોર સમાજ,માલધારી સમાજ,રાજપૂત સમાજ, દલિત સમાજ,કોળી સમાજનાં મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો દ્વારા મોમેન્ટો તેમજ છાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ ભુપતભાઈ ડાભી, જગદીશભાઈ ચાવડા, રામસંગભાઈ ચૌહાણ, કલ્યાણભાઈ યાદવ, ઋતુરાજસિંહ મોરીની બોટાદ જીલ્લા કોંગ્રેસનાં આગેવાનોના વરદ હસ્તે મેન્ડેડ આપી નિમણુંક કરવામાં હતી તેમજ ઉપસ્થિત આગેવાનો દ્વારા આગામી આવનારી ચુંટણીઓમાં કોંગ્રેસને વિજય બનાવવા આહવાન કર્યું હતું.

Previous articleબોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાઈ
Next articleબોરડામાં વહેલી સવારે વીજચેકીંગ કરાતા મહિલાઓ રણચંડી બની