તળાજાના બોરડા પંથકમાં વહેલી સવારે ૬ કલાકે પીજીવીસીએલનું જોરદાર ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં પોલીસ આર્મી સહિતનો ૧૮થી વધુ ગાડીનો કાફલો જોડાયો હતો. બોરડા ગામ અને પ્લોટ વિસ્તારમાં ઠેર ઠેર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્લોટ વિસ્તારમાં થોડીવાર માટે મામલો તંગ બની ગયેલ. વહેલી સવારે મહિના સ્નાન કરતી હોય કપડા રસોઈ કરતા હોય મોડેથી આવો મહિલાઓ ઉશ્કેરાઈ ગયા હતા. પીજીવીસીએલના કર્મચારીઓ વહેલી સવારે ગામડાના લોકો મોટા આતંકવાદી હોઈ તેવી રીતે પરાણે દરવાજા ખોલાવતા થોડીવાર માટે વાતાવરણ તંગ બની ગયું હતું અને પ્લોટ વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થયા હતા. જો કે અધિકારીની સુજબુજથી અધિકારી ચાલતી પકડતા મામલો થાળે પાડ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે, બોરડા ગામે જ અને ખાસ કરીને પ્લોટ વિસ્તારમાં જ શા માટે દરેક વખતે ટાર્ગેટ વહેલી સવારે કરવામાં આવે છે ? ચેકીંગ કરો પણ મોડા આવો અને અન્ય ગામોમાં કેમ ચેકીંગ કરવામાં નથી આવતું ? ત્યાં કેમ નથી જતા એવું મોઢે સંભળાવતા હતા. મહિલા રણચંડી બને તે પહેલા મામલો થાળે પાડ્યો હતો. મહિલા અને આગેવાનોએ જણાવ્યું હતું કે, વહેલી સવારે ગામડામાં મહિલા મજુરી કામે જવાનું હોઈ ખેતર જવાન હોઈ તો વહેલી સવારે મહિલાઓ સ્નાન કરતી હતી. કપડા અને રસોઈ બનાવતી હોય તો જબરદસ્તીથી મકાનના દરવાજા શા માટે ખોલાવતા હતા અમે શું મોટા આરોપીઓ છીએ ?? શું આતંકવાદી છીએ ?? તેવા રોષ ઠાલવી હતા.