મહેસાણા જિલ્લાના સંઘ કાર્યાલય ખાતે એક દિવસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ એવમ્ સંવર્ધન સંસ્થાન, ગુજરાત પ્રદેશના માર્ગદર્શક કપિલભાઈ દવે દ્વારા છેલ્લા નવ મહિનામાં થયેલા સદસ્ય અભિયાનની સમીક્ષા કરવામાં આવી હતી અનેુ આગામી ફેબ્રુઆરી મહિના સુધી સદસ્યતા અભિયાન ચલાવી વધુમાં વધુ સદસ્યો બનાવવા માટે આગ્રહ રાખ્યો હતો.
જેમાં અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ એવમ્ સંવર્ધન સંસ્થાન મહેસાણા જિલ્લાના સંયોજક તરીકે રોનિત નરેન્દ્રભાઈ બાઘોરા તથા મહેસાણા જિલ્લાના સહ સંયોજક તરીકે જીજ્ઞેશ પ્રકાશભાઈ બારોટને જવાબદારી સોંપવામાં આવી છે તથા લક્ષ્મીકાંતભાઈ બારોટને પાટણ જિલ્લામાં તથા અન્ય જિલ્લામાં વસતા તુરી સમાજમાં આ વાતને પહોંચાડવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. આ બેઠકમાં સતિષભાઈ બારોટ, પ્રદેશ કોષાધ્યક્ષ સવિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.