ભાવનગર તળાજા માર્ગ પર બુધેલમાં આવેલા પ્રસિધ્ધ ગંગામૈયા આશ્રમમાં આગામી તા.૨૯.૧૧ને ગુરૂવારે બ્રહ્મલીન સંત ૧૦૦૮ પૂ.ગંગામૈયાની ૨૪મી પુણ્યતિથિ શ્રધ્ધા અને ભાવભેર ઉજવાશે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાઈ ધર્મલાભ લેશે.
પૂ.ગંગામૈયાની પુણ્યતિથિ ઉજવણી નિમિતે વિવિધ ધાર્મિક અને સેવાકીય-સામાજીક કાર્યોનું આયોજન કરાયું છે. જેમાં ગુરૂવારે સવારે ૯ કલાકે પૂજનવિધિ, ૧૧ કલાકથી મહાપ્રસાદ વિતરણ થશે. પુણ્યતિથિ ઉત્સવમાં સાધુ સંતો, મહંતો અને ગુરૂભક્તો તથા ગ્રામજનોને દર્શન અને પ્રસાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
આ પ્રસંગે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું છે જેમાં જરૂરીયાત વાળા દર્દીઓને રાજકોટ લઇ જઇ આધુનિક ફેંકો મશીન દ્વારા ટાકા વગરના ઓપરેશન કરી વિનામૂલ્યે નેત્રમણી મૂકી અપાશે. દર્દીઓને લાવવા લઇ જવાની વ્યવસ્થા કરાઈ છે. દરેક દર્દીને શિયાળાની ઠંડીને ધ્યાને લઇ બ્લેન્કેટ (ધાબળા) ભેટ આપવામા આવશે. તેમજ આ સાથે ચશ્માંના નંબર કાઢી આપવાનો કેમ્પ પણ રાખવામાં આવ્યો છે જેમાં રાહતદરે ચશ્માંનું વિતરણ કરાશે. લાભ લેવા ગંગામૈયા આશ્રમના મહંત ડો.રામપ્રિયદાસબાપુએ અનુરોધ કર્યો છે.