રાજુલા નગરપાલિકાના ૧૦૬ કામદારોને છુટા કરી દેવાતા ર સફાઈ કામદારો તા.૧-૧ર-ર૦૧૮ કલેક્ટર કચેરીએ આત્મવિલોપનની ચિમકીથી તંત્રમાં દોડધામ મચી છે તેના સમર્થનમાં જિલ્લાના સફાઈ કામદારોના કામો ઠપ્પ થશે.
આજરોજ રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારો જે ૧૦૬ સફાઈ કામદારમાંથી બે વ્યક્તિ આત્મવિલોપન તારીખ ૧-૧ર-ર૦૧૮ના રોજ કરવાના છે તેનું અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીમાં રાજુલા સફાઈ કામદારોના આગેવાનો અને અમરેલી જિલ્લાના સફાઈ કામદાર પ્રમુખ અશોકભાઈ કામલી સાથે રહીને અમરેલી જિલ્લા કલેક્ટરને આત્મવિલોપનનું આવેદનપત્ર આપવામાં આવ્યું અને અશોકભાઈ કામલીએ કલેક્ટરને મૌખિકમાં જણાવ્યું. જો રાજુલા નગરપાલિકાના ૧૦૬ સફાઈ કામદારો પ્રશ્ન યોગ્ય નિવારણ નો લેવામાં આવ્યું તો સમગ્ર અમરેલી જિલ્લામાં સફાઈ કામગીરી બંધ કરીને રાજુલાના સફાઈ કામદારોના સમર્થનમાં જોડાઈ જશું તેવી ચિમકી આપવામાં આવી હતી.