સિહોર શહેર કોંગ્રેસ સતત નગરજનો માટે કાર્યશીલ રહે છે અને નગરજનોના સંપર્કમાં રહે છે. સિહોર શહેર કોંગ્રેસની ટીમનો આજરોજ સાંજે ૪-૩૦ કલાકથી સાતમો જનસંપર્ક કાર્યક્રમ શહેર પ્રમુખ જયદિપસિંહ ગોહિલની આગેવાની હેઠળ પૂર્ણ કરાયો. જેમાં વોર્ડ નંબર ૭માં આવતા વિસ્તાર વિકળીયા ઢાળ, પરમાર શેરી, ખારાકુવા અને જુના સિહોરને સાંકળી લેવામાં આવ્યા. આ જનસંપર્ક કાર્યક્રમમાં સ્થાનિક શાસન તથા સરકાર વિરૂધ્ધ આક્રોશ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ સફળ બનાવવા પ્રમુખ જયદિપસિંહ ગોહિલ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કિરણભાઈ ઘેલડા, પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ, નગરસેવક મુકેશભાઈ જાની, સુભાષભાઈ રાઠોડ, કરીમભાઈ સરવૈયા સાથે કિશનભાઈ મહેતા, દિનેશજી ઠાકોર, રાજુભાઈ ગોહિલ, રફીકભાઈ મમ્માણી, ધમભા કનાડ, પાર્થ ત્રિવેદી સહિત સિહોર શહેર કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.