તાજેતરમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખાની ડીઝાસ્ટર રીસ્પોન્સ ટીમ દ્વારા જુનાગઢ લીલી પરિક્રમમાં ઉંચાઈ પર આવેલ બોરદેવી માતાજીના મંદિર પાસે મધ્ય જંગલ વિસ્તારમાં જયાં આરોગ્ય સેવાઓ દુર્લભ હોય તે વિસ્તારમાં પ્રાથમિક સારવાર તેમજ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જયાં દર્દીઓને સામાન્ય્ બિમારીની સારવાર અને દવાઓ પણ વિનામુલ્યે આપવામાં આવી હતી. કુલ રર૩ જેટલા દર્દીઓને તપાસી સારવાર આપવામાં આવી હતી અને સામાન્ય પાટાપીંડી પ્રાથમિક સારવારની વ્યવસ્થા સાથે એમ્બ્યુલન્સ સેવા પણ તૈયાર રાખવામાં આવી હતી. ભાવનગર રેડક્રોસના ડો. મીલનભાઈ દવે, સુમીતભાઈ ઠકકર, ડો. મનીષભાઈ ઝડફીયા, રોહીતભાઈ ભંડેરી, વિનયભાઈકામળીયા સહિતના સ્વયંસેવકો જોડાયા હતાં. અને માનવસેવા અને આરોગ્ય સેવાનો લાભ આપો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના આરોગ્ય તંત્ર અને ફોરેસ્ટ વિભાગ, પોલીસ તંત્ર સહિતની વ્યવસ્થા સાથે સંકલન કરીને રેડક્રોસની આ સેવાને લોકોએ અને દર્દીઓએ જીવન બચાવવા માટે ખુબ જ ઉપયોગી ગણાવી હતી.