અભિનેત્રી ચિત્રાંગદા સિંઘે કહ્યું હતું કે ફોર્મ્યુલા ફિલ્મોનો સમય હવે પૂરો થયો. ભવિષ્યમાં ફોર્મ્યુલા ફિલ્મો ચાલવાની નથી. દર્શકોને હવે કંઇક નવું જોઇએ છે. અત્યાર અગાઉ બિનપરંપરાગત રોલ્સ સ્વીકારનારી આ અભિનેત્રી માને છે કે એને પોતાને માટે સૈફ અલી ખાનની બાઝાર ફિલ્મ સફળ હતી. પછી ભલે આ ફિલ્મે બોક્સ ઑફિસ પર ધાર્યો બિઝનેસ ન કર્યો હોય. એણે કહ્યું કે ઓડિયન્સ હવે જુદા પ્રકારની ફિલ્મો પણ સ્વીકારતું થયું છે એ બિનપરંપરાગત ફિલ્મો બનાવનારા સર્જકો અને મારા જેવા કલાકારો માટે ખૂબ આનંદની વાત છે. દાયકાઓથી એકના એેક પ્રકારની ફોર્મ્યુલા ફિલ્મો બનતી રહી અને દર્શકો જોતાં રહ્યાં. હવે એ નહીં ચાલે. દર્શકો માટે આખી દુનિયાનું મનોરંજન આંગળીના ટેરવે આવી ગયું છે. હવે ફોર્મ્યુલા ફિલ્મોનો યુગ પૂરો થયો ગણી શકાય. ’ફિલ્મ સર્જનમાં અત્યારે જે પરિવર્તન આવી રહ્યું છે.