ગાંધીનગર ટાઉન હોલ ખાતે આંતર રાષ્ટ્રીય માનવાધિકાર સુરક્ષા પરિષદ દ્વારા ખેડુતો અને મહિલાઓના અધિકારો માટે, મહત્વપૂર્ણ કામગીરી બજાવનાર, સેવાભાવી લોકોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સમાજમા મહિલાઓના વિકાસમા અને તેમની સમસ્યાઓના નિરાકરણ તેમજ ખેડૂતોના કાનૂની પ્રશ્નો ઉપરાંત વિકાસ માટેની કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓનાં મહત્તમ લાભો કેવી રીતે મળે, તે માટે મહત્વના માગદર્શન શિબિરો કરી મહત્વપૂર્ણ યોગદાન આપનાર ૪૫ સમાજ સેવકોને આ સંસ્થા દ્વારા એવોર્ડ આપી સન્માન કરવામા આવ્યુ હતુ. આ બાબતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ સંદીપ શર્મા અને ઉપાધ્યક્ષ વિવેકભાઈ દવેએ જણાવ્યુ હતુ કે, અમારી સંસ્થા દ્વારા ખેડુતો અને મહિલાઓને તેમના અધિકારો મળે તે માટે શિબીરો દ્વારા મહિલા જાગૃતિ શિબિર તેમજ ખેડુતોના વિકાસ માટે ખેતીને લગતા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. એટલુ જ નહિ, નાના અને મધ્યમ ખેડુતોને આર્થિક રીતે કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓનાં લાભો કેવી રીતે મળી શકે તે બાબતને ધ્યાને લઈને, વિવિધ માર્ગદર્શન શિબિરો યોજવામા આવે છે.
ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સુરક્ષા પરિષદ દ્વારા આયોજીત આ સેવા સત્કાર સમારંભમાં ઉત્કૃષ્ટ સમાજ સેવકોનું ખાસ સન્માન કરવામાં આવ્યુ હતુ. સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં મળતી સરકારી સહાયને છેવાડાનાં માનવી સુધી પહોંચાડવા માટે માધ્યમ બની રહેલા આવા સમાજસેવી લોકોને આ તબક્કે શાલ ઓઢાડીને એવોર્ડ આપવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવેકભાઈ દવે ઉપરાંત ગાંધીનગરનાં જીલ્લા પ્રમુખ મુકેશભાઈ ત્રિવેદી અને પિનાકીનભાઈ પંડયાએ ભારે જહેમત ઉઠાવી હતી.