સાર્ક સંમેલનમાં સામેલ થવા પીએમ મોદીને આમંત્રણ મોકલશે પાકિસ્તાન

650

સાર્ક સંમેલનમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદીને પાકિસ્તાન આમંત્રણ મોકલશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે આ વાતની જાણકારી આપી છે.૧૯મી સાર્ક શિખર સંમેલનનું આયોજન ૨૦૧૬માં પાકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું, પરંતુ ભારત સહિત બાંગ્લાદેશ, ભૂટાન અને અફઘાનિસ્તાને આ સમિટમાં ભાગ નહોતો લીધો. બાંગ્લાદેશે સ્થાનિક પરિસ્થિતિઓનો હવાલો આપતા આ સંમેલનમાં સામે નહોતું થયું, ત્યારબાદ આ સંમેલન રદ કરવું પડ્યું હતું.

હવે જ્યારે પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થઈ ચૂક્યું છે અને ઈમરાન ખાનના નેતૃત્વમાં નવી સરકાર આ વખતે તમામ સભ્ય દેશોને મનાવવાનો પ્રયાસ કરી રહી છે.

તેને ડર છે કે સપ્ટેમ્બર ૨૦૧૬ની જેમ આ વખતે પણ ક્યાંક સભ્ય દેશ જેમાં સામેલ થવાની યોજના રદ ન કરી દે અને સંમેલનને રદ ન કરવું પડે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી પાકિસ્તાન સાર્ક સંમેલનનું આયોજન નથી કરી શક્યું. તેના કારણે તેમની પર આ વાતનું ઘણું દબાણ છે કે સંમેલનને સફળ રીતે આયોજિત કરવામાં આવે.

Previous articleભૂતપૂર્વ આઇએએસ અધિકારી અપરાજિતા સારંગી ભાજપમાં જોડાયા
Next articleમધ્યપ્રદેશમાં આજે મતદાન : ૨૮૯૯ ઉમેદવારો