ધો.૧-૨ના છાત્રો માટે ગૃહકાર્ય નહિ, વિદ્યાર્થીના વજનના ૧૦ ટકાનું થશે દફતર : મંત્રી ભુપેન્દ્રસિંહ

1372

શાળાના વિદ્યાર્થીઓને દફતરના ભારને લઇને ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ પ્રેસ કોન્ફરન્સ કરી એક પરિપત્ર બહાર પાડ્‌યો હતો. ભાર વાળા ભણતરને કારણે બાળકોને તકલીફ પડી રહી છે, દફતરોમાં વધારે ભાર હોવોથી, ગળાની તકલીફ, કમરની તકલીફ જેવી તમામ બાબતોને અનુલક્ષીને નિર્ણય લેવામાં આવ્યો છે, કે વિદ્યાર્થીના વજનના ૧૦ ટકા વજન હોવું જોઇએ તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. નિબંધમાળા અન્ય નોટબુક, હોમ વર્ક બુક વગેરે જેવી વધારાની નોટબુક વિદ્યાર્થીઓની પાસે રાખવાની મનાઇ ફરમાવામાં આવી છે. ધોરણ ૧ અને ૨ના વિદ્યાર્થીઓને ગૃહકાર્ય નહિં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે ધોરણ ૩,૪ અને ૫નાં વિદ્યાર્થીઓને માત્ર અડધો કલાક સુધીનું જ ગૃહકાર્ય આપવા માટે શિક્ષકોને આદેશ કરી દેવામાં આવશે.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પરિપત્ર બહાર પાડીને ભાર વિનાના ભણતરને લઇને અગત્યના મુદ્દાઓને લઇને નિર્ણયો લેવામાં આવ્યો હતો. સ્કૂલ બેગના વજન અંગે પંચમહાલમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું. મુખ્યપ્રધાને કહ્યું કે, ભાર વગરનું ભણતર થાય તેવું સરકાર પણ ઈચ્છી રહી છે. આ માટે કેન્દ્ર સરકાર ગંભીરતા પૂર્વક આગળ વધી રહી છે. ગુજરાત સરકાર પણ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા વર્ચ્યુલ ક્લાસીસ તરફ આગળ વધી રહી છે..જેનાથી વિદ્યાર્થીઓ ટેબલેટ દ્વારા અભ્યાસ કરશે.

Previous articleનવી પેઢી માટે ‘ગાંધી’ ડિજિટલ પ્લેટફોર્મ પર, ૨ ડીસેમ્બર સુધી દાંડી કુટિરમાં પ્રદર્શની યોજાશે
Next articleગુજરાતમાં પાંચ નવા સફારી પાર્ક ઉભા કરાશે, સુત્રા-ગ્રીવા ગરજશે ગાંધીનગરમાં