ઘોઘા તાલુકા કક્ષાનો શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ

927

ઘોઘા તાલુકા કક્ષાનો શાળા આરોગ્ય  તપાસણી કાર્યક્રમ ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર)ના અધ્યક્ષ સ્થાને ઘોઘા કેન્દ્રવર્તી શાળામાં યોજાયો જેમાં ઘોઘા ગ્રામપંચાયત સરપંચ અંશારભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ,ડો.સૂફીયાંનભાઈ લાખણી, ડો.મુબારકભાઈ ચોટીયા,ડો.રાહુલભાઈ જાની, તાલુકા હેલ્થ સુપરવાઈઝર નિરુબેન પંડયા, કેન્દ્રવર્તી શાળાના આચાર્ય સમીરભાઈ મહેતા, મોરચંદ પી.એસ.સી.ના સુપરવાઈઝર નટુભાઈ બારૈયા, આઈ.સી. પી.એસ.ના સુપરવાઈઝર સાંતાબેન મકવાણા, પરેશભાઈ ચાવડા, નિપુલભાઈ ગોસ્વામી, આશા વરકારબેનો, આંગણવાડી વર્કર બેનો, બાળકો ઉપસ્થિત રહયા, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા બાળકોને ફરજીયાત આરોગ્ય તપાસનીમાં જોડાવવા સાથે  વિવિધ રસી મુકાવવા અને જે તકલીફ હોય તે પોતાના વાલી અથવા શિક્ષકોને જણાવવા અપીલ કરી અને શાળામાં થતા આરોગ્ય કેમ્પનો ફરજીયાત લાભ લેવા જણાવ્યું.

Previous articleદામનગરમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ
Next articleબોટાદ જિલ્લામાં ૧.૯૦ લાખથી વધુ શાળાના બાળકોની આરોગ્ય તપાસ થશે