ગુજરાત સરકાર દ્રારા આયોજિત શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની શરૂઆત તારીખ ૨૭/૧૧/૨૦૧૮ થી ૧/૨/૨૦૧૯ સુધી ગુજરાત રાજ્યની તમામ શાળા અને આંગણવાડીમા બાળકોની આરોગ્ય તપાસ શરૂ થઈ રહી છે. ડો.હીતેશ પરમાર અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ. પટેલ, એ.ડી.એચ.ઓ., ડો.જે.એચ. પટેલ, આર.સી.એચ.ઓ. ડો. આર. કે. જાટના માર્ગ દર્શન તથા લાઠી તાલુકા આરોગ્ય અધિકારી ડો.આર.આર. મકવાણાના નેતૃત્વ હેઠળ દામનગર શહેર મા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ની ઉજવણી સરકારી પ્રાથમિક શાળા નંબર ૧મા તેમજ કે. કે. નારોલા પ્રા શાળા મા તારીખ ૨૭/૧૧/ના રોજ દામનગર નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા, દામનગર શહેર ભાજપ પ્રમુખ પ્રીતેશભાઈ નારોલા, શિલ્પાબેન રાવલ તથા સામાજિક અગ્રણી ની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરેલ છે.
જેમાં પ્રા. આ. કેન્દ્ર જરખીયા ના તમામ આરોગ્ય કર્મચારી, આશા બહેનો દ્વારા કામગીરી ની શરૂઆત કરેલ છે, તથા આર. બી. એસ. કે. મેડીકલ ઓફિસર ડૉ. હિતેશ પરમાર, ડૉ. પારુલ બેન દંગી અને એફ. એચ. ડબલ્યુ. રાધિકા વધેલ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ છે.શાળા આરોગ્ય સપ્તાહ અંતર્ગત શાળા આરોગ્ય સાથે સ્વચ્છતા અભિયાન અંગે સુંદર સમજ આપતો સંદેશ આપ્યો હતો અને અગ્રણી ઓ ડોકટરો સહિત ના ઓ દ્વારા શાળા સંકુલ માં વૃક્ષારોપણ કરાયું હતું.