ધાતરવડી-ર સિંચાઈ યોજનાની નીચાણવાળા વિસ્તારમાં પાંચ ચેકડેમો આવેલા છે, જે અત્યારે સુકાઈ ગયેલા છે. જો આ પાંચેય ચેકડેમમાં ધાતરવડી-ર સિંચાઈ યોજનામાંથી પાણી છોડીને ભરી આપવામાં આવે તો આ ચેકડેમની આજુબાજુના પાંચ ગામો જેવા કે વડ, ભચાદર, ધાનાનોનેસ, ઉચૈયા, રામપરા-ર ગામોના ખેડૂતોનો કરોડોનો મહામુલો પાક બચાવી શકાય છે, તેમજ બાગાયતી પાક પણ પાણીના અભાવે સુકાઈ રહ્યો છે તેમજ દરિયાના ખારા પાણીના તળ વધવાથી આ વિસ્તારમાં જમીન ખારાશવાળી થવા લાગી છે. જે અટકાવવા માટે અને ખેડૂતોનો મહામુલો પાક બચાવવા માટે ધાતરવડી-ર યોજનામાંથી પાણી છોડી ચેકડેમ ભરવા રજૂઆત કરાઈ. જેનાથી પાણીના તળની ખારાશ ઘટશે તો સરકારના ધારાધોરણ પ્રમાણે સિંચાઈના ફોર્મ ભરી આપવા અને પિયાવો ભરવાનો થશે તે ભરી આપવા ખેડૂતોએ તૈયારી દર્શાવેલ છે.
અગાઉ પણ અમોએ માંગણી કરેલી ત્યારે સને ર૦૧૪ અને ર૦૧પ અને સને ર૦૧૬માં પાણી છોડવામાં આવેલ હતું તો અમારી આ રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલીક પાણી છોડવા ઉચૈયા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરાઈ છે.