વેરાવળ ખાતે વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે માઇક્રો ઓબઝર્વર માટે તાલીમ

719
bvn22112017-3.jpg

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ સંદર્ભે વેરાવળ મણિબેન કોટક સ્કુલમાં ગીર સોમનાથ જિલ્લાના ૪ વિધાનસભા બેઠકના માઇક્રો ઓબઝર્વર માટે તાલીમ યોજાઇ હતી. જેમાં ૯૨-કોડીનાર તથા ૯૩-ઉના બેઠકના જનરલ ઓબઝર્વર આરૂપકુમાર સાહા અને જિલ્લા ચૂંટણી અધિકારી અજયપ્રકાશની ઉપસ્થિતિમા યોજાવામાં આવી હતી.
આ તાલીમમાં માઇક્રો ઓબર્ઝવરોને ઇવીએમ અને વીવીપેટ મશીન અંગે સંપુર્ણ માર્ગદર્શન પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી  આપવામાં આવ્યુ હતુ.
આ તકે જનરલ ઓબઝર્વરે જણાવ્યું હતું કે, ગીર-સોમનાથ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઇ તે માટે માઇક્રો ઓબર્ઝવરોનો રોલ મહત્વનો છે. 
આથી માઇક્રો ઓબર્ઝવરોની નિમણૂંક કરાઇ છે અને તમામ માઇક્રો ઓબર્ઝવરઓએ પોતાનું કાર્ય નિષ્પક્ષ અને તટસ્થતાથી કરવું જરૂરી છે. 
જિલ્લા ચૂંટણી અધિકારી અજયપ્રકાશે માઇક્રો ઓબઝર્વરને મતદાનના દિવસે નાની નાની બાબતોની કાળજી લેવા સાથે વીવીપેટ અને ઇવીએમની જાણકારી સહિત પ્રિ-સાઇડીંગ ઓફીસરની કામગીરીમાં દેખરેખ અને મતદાનનાં દિવસે કરવાની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ  હતુ.
પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના દ્વારા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.આર. ગોહીલ અને નાયબ કલેકટર ભાવેશ ખેરે માઇક્રો ઓબઝર્વરનો રોલ, તેની કામગીરી, ઇવીએમની સુચનાઓની માહિતી, મોકપોલ પ્રોસેસ, વોટીંગ પ્રોસેસ, પ્રિસાઇડીંગ અને પોલીંગ ઓફીસરની કામગીરીમાં દેખરેખ, મોકપોલ પહેલા અને પછીની પ્રક્રિયા સહિતની જાણકારી અપાઇ હતી.ઉપરાંત તમામ ઉપસ્થિતોને બોયઝ હાઇસ્કુલનાં એન.ડી.શીલું અને આઇ.ટી.આઇ.નાં જે.વી.ટીલાવતે ઇવીએમ અને વીવીપેટનો ડેમો કરી જાણકારી આપી હતી. 

Previous articleસંત પ્રેમદાસબાપુની નિર્વાણ તિથિ ઉજવાઈ
Next articleધંધુકામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી અને શિબિર યોજાઈ