બોટાદ ટ્રાફિક પ્રશ્નોનું નિવારણ કરવા એસ.પી. હર્ષદ પટેલની કવાયત

1043

બોટાદ નવ નિયુક્ત એસપી હર્ષદ મહેતા દ્વારા ટ્રાંફિક ના પ્રશ્ને શહેરના મુખ્ય માર્ગો પર રાત્રીના ચાલીને નીકળ્યા. વાહન ચાલકોને વાહન યોગ્ય જગ્યાએ પાર્કિગ થાય તે માટેના અલગ અલગ સ્થળ જોવામાં આવ્યા. બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ, આર.એમ.ડીના અધિકારી રહ્યા હાજર.

બોટાદના વર્ષો જૂનો માથાના દુખાવા સમાન ટ્રાંફિકનો પ્રશ્ન હલ કરવા માટે બોટાદ જિલ્લા પોલીસ વડા દ્વારા છેલ્લા ચાર દિવસથી અલગ અલગ પ્રકારના આયોજનો કરી અધિકારી અને કર્મચારીઓ સાથે બેઠક કરવામાં આવી રહી છે. ત્યારે એસપી દ્વારા ચાર્જ લેતા નિ સાથેજ બોટાદમાં ટ્રાંફિક ડ્રાઈવરનું આયોજન કરેલ અને લોકો ટ્રાંફિકથી પરેશાનનો થાય તેના માટે મુખ્ય માર્ગો પર બેરેક મૂકી અને ટ્રાંફિકની સમસ્યા હલ કરી રહ્યા છે. ત્યારે બોટાદમાં વાહન પાર્કિગની મુખ્ય સમસ્યા છે. ત્યારે બોટાદમાં નીકળતી ઉતાવળી નદીમાં જ્યાં જ્યાં પાર્કિગ કરી શકાય તેના માટે રાત્રીના બોટાદ એસપી હર્ષદ મહેતા, ડી.વાય.એસ.પી અનિરુદ્ધ નકુમ ,પી.આઈ. એન.કે.વ્યાસ,એલ.સી.બી.પી.આઈ એચ.આર.ગોસ્વામી, બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પી.વી.માળી, નગરપાલિકા પ્રમુખ મહસુખભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ ભીખુભાઇ વાઘેલા સહિત પોલીસ કાફલા સાથે તમામ લોકો ચાલીને નીકળ્યા હતા અને જ્યાં જ્યાં પાર્કિગ ની જગ્યા થઈ શકે તેવા સ્થળ નિ મુલાકાત લિધી હતી.અને આગામી દિવસોમાં બોટાદના મુખ્ય માર્ગોને વનવે કરી ટ્રાફિકની સમસ્યા દૂર થાય તે અંગે ની કામગીરી કરવામાં આવશે તેમ જણાવેલ.

Previous articleરાજ્યવ્યાપી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ
Next articleનવાગામ સીમમાં નર્મદાની લીકેજ થતી લાઈનમાંથી પાણી પીતા ૧૦ ઘેટાના મોત