રાજુલા વાવડી ગામે ભરડીયામાં ચાલતા ભારે વાહનો બંધ કરવા રજુઆત કરાઈ

878

રોજના અવરલોડ ૩૦૦ ટ્રકો અવર જવરથી ખેતી પાકો તેમજ રોડનો નાશ રાજુલાના વાવડી ગામમાં ભરડિયામાંથી ચાલતા ભારે વાહનો બંધ નહિ થાય તો રસ્તા રોકો આંદોલનની ચિમકી આપી છે અને પ્રાંત કલેકટરને રજુઆત કરી છે.

જાણવા મળતી વિગત મુજબ રાજુલાના વાવડી ગામની આસપાસ ૪ જ ેટલા ભરડિયાઓ આવેલા છે. જેમાંથી ૧૦ જેટલોા ટ્રકો ગામમાંથી પસાર થાય છે. જે માતેલા સાંઢની માફક દોડે છે. જેથી ગામમાં ધૂળ ઉડે છે. રસ્તાઓ તુટી જાય છે અને શાળાએ જતા બાળકો પર અકસ્માતનો ભય રહેલો છે. જેથી આ વાહનો બંધ કરવા જરૂરી છે. આ બાબતે પંચાયતના પ્રમુખ બી.બી.લાડુમોર અને સરપંચ શ્રીમતિ મહેતાએ પ્રાંત કલેકટરને પત્ર પાઠવી ૧૦ દિવસમાં કાર્યવાહી નહિ કરાય તો રસ્તા રોકો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

Previous articleસરદાર નંદી શાળાના બળદો માટે નારોલા પરિવારે ગમાણ નિર્માણ કર્યુ
Next articleઢસામાં એનસીસી દિવસની ઉજવણી