૬ ગુજ.બટાલિયન એનસીસી ભાવનગરના કમાન્ડિંગ ઓફિસર પી.એસ ચિમા તેમજ આર જે એચ હાઇસ્કુલના આચાર્ય ડૉ. જી.બી.હેરમાના માર્ગદર્શન હેઠળ એનસીસી ઓફિસર એસ.પી પરમાર દ્વારા ૧૦૦ જેટલા એનસીસી કેડેટ સાથે એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
૧૦૦ જેટલા એનસીસી કેડેટ અને એનસીસી ઓફિસર દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં એનસીસી પ્રત્યે જાગૃતિ આવે અને વધુ ને વધુ લોકો પોતાના સંતાનોને એનસીસી સાથે જોડે તેવો હતો. જેમાં બોટાદ જિલ્લાના સિનિયર કોચ ઇમરાન ભાઈ પઠાણ તેમજ શાળાના એનસીસી પ્રોગ્રામ ઓફિસર આર બી હેરમા પ્રસ્થાન કરાવ્યું હતું.