સિહોર તાલુકાના નવાગામ-પાલડી ગામે રહેતા ભાયાભાઈ કમાભાઈ આલ તેમજ જબરાભાઈ રામભાઈ આલ જાતે રબારી જેઓ પાલડી ગામથી નવાગામ મોટા ખાતે સીમમાં ઘેટાઓને ચારો ચરાવવા જઈ રહ્યાં હતા ત્યારે નવાગામ મોટા સીમમાં પીપળીયાથી નવાગામ મોટા સુધી પાણી પુરવઠા વિભાગ ગાંધીનગરની જે નર્મદા લાઈન પસાર થતી હોય છે જે આ પાઈપ લીકેજને લીધે પાણી ગંદકી અને દુર્ગંધ લીલ જામી ગયેલ હોય પરંતુ કોઈ કારણોસર આ ઘેટાઓ પાણી પીધા બાદ ૧પ ઘેટાનાઓમાંથી ૧૦ ઘેટાઓ ખેતરમાં તરફડીને મોત થયા હતા.
આ અંગે સિહોર પ્રાંત કચેરી, મામલતદાર, પશુ દવાખાનાના ડોક્ટર તેમજ તલાટી મંત્રીને ટેલીફોનથી જાણ કરતા આ ગંભીરતા સમજી તંત્ર દોડતું થયું હતું અને ડોક્ટરની ટીમ સ્થળ ઉપર આવી પશુઓને સારવાર સહિત કામગીરી હાથ ધરેલ.
આ અંગે નવાગામના સરપંચ કલ્પેશભાઈ બટુકભાઈ રાઠોડે જણાવેલ કે આ પાણી લીકેજ અંગે તંત્રને જાણ કરવા છતા નિષ્ક્રિયતા દાખવી હતી જો આ ગંભીરતા સમજી હોય તો આ નિર્દોષ પશુ મોતને શરણે ન જવું પડતું.