સગીરાના અપહરણના ગુનાના ફરાર આરોપીને એસઓજીએ ઝડપી લીધો

746

એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જી.પી.જાની તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમા તથા પોલીસ કોન્સ શરદભાઇ ભટ્ટ ને મળેલ સંયુક્ત બાતમી આધારે ભાવાગનર જીલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન ગુના મુજબના સગીરાના અપહરણના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપી ભરતભાઇ હમીરભાઇ ડાભી જાતે-કોળી ઉ.વ.૩૨ રહે-મુળ કરદેજ ગામ તા.જી. ભાવનગર હાલ રહે-નાગનેશ ગામ તા-રાણપુર જી-બોટાદ વાળાને સોનગઢ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર તથા એ.એસ.આઇ. જી.પી.જાની તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમા તથા શરદભાઇ ભટ્ટ તથા હારીતસિંહ ચૈાહાણ તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા મુકેશભાઇ પરમાર જોડાયા હતા.

Previous articleનવાગામ સીમમાં નર્મદાની લીકેજ થતી લાઈનમાંથી પાણી પીતા ૧૦ ઘેટાના મોત
Next articleરો-રો ફેરી સર્વિસ હજુ વધુ દસ દિવસ બંધ રહે તેવી સંભાવના