અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અવંતિકાસિંઘ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને દિવ્યાંગોના નોડલ ઓફિસર ડો.શિલ્પાબેન યાદવના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી ધંધુકા દ્વારા અમદાવાદ જિલ્લાની ધંધુકા વિધાનસભા વિસ્તારની કિકાણી આર્ટસ અને કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓને આગામી આવનારી વિધાનસભાની ચૂંટણીના લોકશાહી મહાપર્વમાં ૧૦૦ ટકા મતદાન થાય અને એક પણ દિવ્યાંગ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને રેલીનું આયોજન કરવામાં આવેલ. આ અભિયાનમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ પટેલ, અર્બન મેડીકલ ઓફિસર ડો.સિરાજ દેસાઈ, ડો.રાજેશ કળથીયા, ટીઆઈઈસીઓ અમિત પ્રજાપતિ, કોલેજના પ્રોફેસર એન.સી. પટેલ તેમજ વિદ્યાર્થીઓ અને આરોગ્ય સ્ટાફ હાજર રહ્યાં હતા. મત છે આપણો અધિકાર, ન કરીએ એને બેકાર તેમજ યુવાનોની છે. જવાબદારી, મજબુત બનાવવી છે લોકશાહીના સંદેશ ગુંજતો કરવા અને ઘેર ઘેર પહોંચાડવા માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.