આજે રાજુલા ૯૮ વિધાનસભાના ભાજપના હીરાભાઈ સોલંકીના સમર્થકો રાજુલા-જાફરાબાદના આગેવાનો સહિત પાંચ હજાર ઉપરની જનસંખ્યામાં રાજુલા કાર્યાલયથી પ્રાંત કચેરી સુધીમાં કેસરીનંદન હનુમાન અને સંતોના આશિર્વાદ લઈ દરેક દેવમંદિરે પેદલ ચાલતા ચાલતા છેક પ્રાંત કચેરીએ ડેપ્યુટી કલેક્ટર ડાભીને હીરાભાઈ ઓધવજીભાઈ સોલંકી અને ડમીમાં સુકલભાઈ હાદાભાઈ બલદાણીયાના ફોર્મ ભરાયા. હીરાભાઈ સોલંકીના સમર્થક દરેક જ્ઞાતિ મુસ્લિમ સમાજ, દલીત સમાજ અને પીઢ કોંગ્રેસના આગેવાનો સહિત આજે એક એવો વધારો થયો જે જીંદગીપર્યંત ગમે તેવા ભાજપના જુવાળમાં દુધાળા, ધોળાદ્રી, જીકાદ્રી, નવી-જુની ફાચરીયા, પીછડી લોર, માણસા જેવા ગામો રહેલ. જે આજે ખુલ્લામાં છડેચોક તમામ કાઠી દરબારો આવી ગયા જોવા મળેલ છે તેમજ સક્રિય કાર્યકર્તા જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા, નાજભાઈ બાંભણીયા, ધારાબંદર સરપંચ સુકરભાઈ, દોલુભાઈ, ચિત્રાસર સરપંચ છગનભાઈ, બલાણા સરપંચ છગનભાઈ ડાભી, રાજુલા તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસ, ભાજપ તાલુકા પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, ઉપપ્રમુખ જગુભાઈ, સરપંચ એસોસીએશન પ્રમુખ વિરભદ્રભાઈ તખુભાઈ ભચાદર, ભાજપ શહેર પ્રમુખ મયુરભાઈ, ચેરમેન દિલીપભાઈ, ચેરમેન અરજણભાઈ વાઘ, નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા, રોહીસા સરપંચ મંડળના ઉપપ્રમુખ વિજાણંદભાઈ વાઘેલા, ભાંકોદર સાદુળભાઈ, મીતીયાળા ચંદુભાઈ, કનુભાઈ વાવેરા તેમજ માર્કેટીંગ યાર્ડ રાજુલા ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, પુનાભાઈ ભીલ, જિલ્લા પંચાયત રાણાભાઈ, સરપંચ સહિતની ટીમ, નાગેશ્રી અજયભાઈ, મીઠાપુર શાંતિભાઈની ટીમ તેમજ ભાજપના કમલેશભાઈ મકવાણા, સંજયભાઈ, રણછોડભાઈ મકવાણા, શિક્ષણ ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા, નાગરીક બેન્કના ડીરેક્ટર લાલભાઈ મકવાણા સાથે ગામડે ગામડા ખુંદી કાર્યક્રમને આખરીઓપ આપેલ.