એકતા કપૂરની ફિલ્મમાં નુસરત અને આયુષમાનની જોડી જામશે

1084

ફિલ્મો અને ટેલિવિઝન ક્ષેત્રે સરખી કામિયાબી મેળવી ચૂકેલી એકતા કપૂરે નુસરત ભરુચા અને આયુષમાન ખુરાનાને એક ફિલ્મ માટે સાઇન કર્યાં હોવાની જાણકારી મળી હતી.

નુસરત જો કે અગાઉ એકતા સાથે કામ કરી ચૂકી છે. આઠેક વર્ષ અગાઉ એણે એકતા સાથે લવ, સેક્સ ઔર ધોખા ફિલ્મ કરી હતી. આઠ વર્ષના ગાળા બાદ એને ફરી એકતા સાથે કામ કરવાની તક મળી છે. આયુષમાન અને નુસરત પહેલીવાર સાથે ચમકશે. આ ફિલ્મ વિશે બોલતાં નુસરતે કહ્યું કે મારા માટે એકતા કપૂરનો કેમ્પ ઘરે પાછાં ફરવા જેવી વાત છે. આ એક કોમેડી ફિલ્મ છે અને હું આયુષમાન સાથે પહેલીવાર ચમકી રહી છું. હવે કન્ટેન્ટ (સરસ કથાવસ્તુ)નો જમાનો છે અને આજના દર્શકોને આ કોમેડી ફિલ્મ જરૃર ગમશે એમ હું માનું છું.

અગાઉ જબરિયા જોડી, વેલકમ બેક અને ભૂમિ જેવી ફિલ્મો લખનારા રાજ શાંડિલ્યે આ ફિલ્મની સ્ક્રીપ્ટ લખી છે અને આ ફિલ્મથી એ ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. બાલાજી ટેલિફિલ્મ્સના પ્રવક્તાએ એવી માહિતી આપી હતી કે આ ફિલ્મ ડિસેંબરના પહેલા સપ્તાહમાં ફ્લોર પર જવાની શક્યતા છે. નુસરત અને આયુષમાન બંને કોમેડી માટે ફિટ છે.

Previous articleપ્રદેશ ભાજપ કોર કમિટિના હીરાભાઈ સોલંકીના પુત્રનો સગાઈ પ્રસંગ ઉજવાયો
Next articleમહેશ ભૂપતિનો ઘટસ્ફોટ : લારાએ ‘હાઉસફુલ’ વખતે સાજિદની કરી’તી ફરિયાદ