ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં ૬ ડિસેમ્બરથી શરૂ થનારા પ્રથમ ટેસ્ટ મેચ માટે પોતાના બોલર પસંદ કર્યા છે. પોન્ટિંગ જે ભારતીય બોલરોને પસંદ કર્યા છે તેમાં ચોંકવનારુ નામ કુલદીપ યાદવનું છે. તેણે રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ કુલદીપને રમાડવાનું મહત્વ આપ્યું છે.
પોન્ટિંગ પ્રમાણે ઓસ્ટ્રેલિયન પરિસ્થિતિમાં તે કાંડાના સ્પિનરોની સાથે જશે અને તેથી પ્રથમ ટેસ્ટ મેચમાં અશ્વિનની જગ્યા બનશે નહીં. ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂ સાથે વાતચીતમાં પોન્ટિંગે કર્યું કે, હું કુલદીપની સાથે જઈશ. મને ખ્યાલ છે કે અશ્વિન એક બોલર તરીકે શું કરી શકે છે, તે ખૂબ ઓછા રન આપવામાં સક્ષમ છે પરંતુ ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિમાં તે કેટલી વિકેટ ઝડપી શકશે તે કહેવું મુશ્કેલ છે. ખાસ કરીને એડિલેડ અને ત્યારબાદ પર્થમાં જવું. અહીં હું લેગ સ્પિનરને રમાડીશ.
પોન્ટિંગે જે ભારતીય ફાસ્ટ બોલરને પસંદ કર્યાં છે તેમાં ભુવનેશ્વર કુમા, ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીનું નામ સામેલ છે. તેમણે ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહને સામેલ કર્યા નથી. પોન્ટિંગે કહ્યું, શમી રિવર્સ સ્વિંગ સારી કરાવે છે અને ભુવનેશ્વર કુમાર નવા બોલની સાથે શાનદાર બોલિંગ કરે છે અને તેથી મેં તેમને પસંદ કર્યા છે.