ઓસ્ટ્રેલિયા ક્રિકેટને પસંદગીભર્યા બનવાની ચિંતા છોડો : ક્લાર્ક

894

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે વર્તમાન ટીમને ભારત વિરૂદ્ધ ઘરેલૂ ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રિલાયાની શૈલીમાં ક્રિકેટ રમવાની સલાહ આપી છે અને કહ્યું છે કે, મેદાન પર સારા વ્યક્તિ બની રહેવા પર વધારે જોર આપવાથી કંઇ હાંસલ થશે નહી.

ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટરોને નિર્મમ ક્રિકેટ રમવા માટે જાણવામાં આવે છે, પરંતુ બોલ ટેમ્પરિંગ મામલા બાદ તેમણે મેદાન પર પોતાની આક્રામક્તાને ઓછી કરી છે. તેમના આ વલણથી વિશ્વકપ વિજેતા કેપ્ટન ક્લાર્કે આલોચના કરી છે.

ક્લાર્કે એક સ્પોર્ટસ રેડિયોથી કહ્યું,’મને લાગે છે કે, ઓસ્ટ્રેલિયા ક્રિકેટને પસંદગીભર્યા બનવાની ચિંતા છોડી દેવી જોઇએ. ઓસ્ટ્રેલિયાએ ઓસ્ટ્રેલિયાના સખત ક્રિકેટની શૈલીમાં જ ક્રિકેટ રમવી જોઇએ. પછી ભલો તેમને પસંદ કરે કે નહી.’ તેમણે વધુંમાં કહ્યું,’જો તમે પોતાની આ આગવી શૈલીને છોડવાનો પ્રયાસ કરો છો તો બની શકે છે કે, દુનિયાની સૌથી પસંદગીભરી ટીમ બની જાવ, પરંતુ આપણે મેચ જીતી શકીશુ નહી, ખેલાડી જીતવા માંગે છે.’

ક્લાર્કે આ સંગર્ભમાં નિલંબિત ડેવિડ વોર્નરનું ઉદાહરણ આપ્યુ, જેઓ આક્રામક થવા પર પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. તેમણે કહ્યું,’આ તેની શૈલી છે. તે તમારી સાથે આંખથી આંખ મીલાવીને વાત કરશે. તમારી સૌથી મોટી શક્તિ તમારી કમજોરી બની શકે છે.

Previous articleઆઈસીસી ટેસ્ટ રેન્કિંગઃ કોહલી પ્રથમ સ્થાને યથાવત, રબાડા નંબર-૧ બોલર
Next articleફોર્બ્સ લિસ્ટઃ સૌથી વધુ ફી મેળવનાર ખેલાડીઓમાં વિરાટ કોહલીનો સમાવેશ