ફોર્બ્સ લિસ્ટઃ સૌથી વધુ ફી મેળવનાર ખેલાડીઓમાં વિરાટ કોહલીનો સમાવેશ

918

વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી સફળ ક્રિકેટર છે તેના કરોડો પ્રશંસકો છે. તે ઘડિયાળ, શૂઝ, મોટરબાઇક, કાર, કાપડ, સ્નેક્સ, હેલ્થ ફૂડ, હેડફોન, મોબાઇલ ફોન જેવી અનેક જાહેરાતોમાં આવતો રહે છે. ૩૦ વર્ષીય આ ક્રિકેટર ફોર્બ્સની ટોપ ૧૦૦ હાઇએસ્ટ પેડ એથલિટ્‌સમાં સામેલ થયો છે.

વિરાટ કોહલી ફોર્બ્સની આ લિસ્ટમાં ૮૩માં ક્રમે છે. ગત ૧૨ માસમાં વિવિધ બ્રાન્ડની જાહેરાત દ્વારા તેણે કુલ ૨.૪ કરોડ ડોલરની કમાણી કરી હતી. મહત્વની વાત એ છે કે, વિરાટ કોહલી વિશ્વનો એકલો એવો ક્રિકેટર છે જેણે આ યાદીમાં જગ્યા બનાવી છે. કમાણી બાબતે વિરાટ ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચ અને ફુટબોલર સર્જિયો એગ્વેરોથી પણ આગળ છે. વિરાટ કોહલી તેની ફેશન સેન્સ અને પોતાની વિવિધ હેરસ્ટાઇલને કારણે પણ અત્યંત પ્રખ્યાત છે. એવું લાગી રહ્યું છે કે, વિરાટ કોહલી કમાણીને મામલે હવે ધોનીથી પણ આગળ નીકળી જશે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોનની કમાણી વર્ષ ૨૦૧૫માં ૩.૧ કરોડ ડોલર હતી.

ફોર્બ્સની હાઇએસ્ટ પેડ લિસ્ટમાં ટોચ પર અમેરિકાના યુએફસીના બોક્સર ફ્લોઇડ મેવેધર છે. જ્યારે બીજા ક્રમે આર્જેન્ટીનાના ફુટબોલર લિયોનલ મેસ્સી છે. ત્રીજા ક્રમે પોર્ટુગલના ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. ચોથા ક્રમે યુએફસીના બોક્સર કોર્નર મેકગ્રેગર છે અને પાંચમાં ક્રમે બ્રાઝીલના ફુટબોલર નેમાર જુનિયર છે.

Previous articleઓસ્ટ્રેલિયા ક્રિકેટને પસંદગીભર્યા બનવાની ચિંતા છોડો : ક્લાર્ક
Next articleહિંમતનગરના ગામડી નજીક સર્જાયો ટ્રિપલ અકસ્માત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત