અરવલ્લીમાં ધનસુરાની હીરાપુર શાળામાં બાળકો પાસે કચરા-પોતા કરાવવામાં આવે છે. શિક્ષણના બદલે અન્ય કામગીરીથી વાલીઓમાં કચવાટ છે. આ શાળામાં વિદ્યાર્થીઓ સફાઈ કામ કરતા નજરે પડે છે. ધનસુરાની હીરાપુર પ્રા. શાળામાં શિક્ષાના પાઠ ભણાવવાની જગ્યાએ વિદ્યાર્થીઓને સફાઈકામદારનું કામ કરવવામાં આવે છે. અરવલ્લીના મેઘરજ તાલુકાની બોરના મુવાડા પ્રા. શાળા બાદ ધનસુરાની શાળામાં પણ વિદ્યાર્થીઓનું શોષણ સામે આવ્યું છે. આ સમગ્ર મામલે હવે શિક્ષણ ઉપર સવાલો ઉભા થવા માંડ્યા છે કે શું આવી રીતે ભણશે ગુજરાત?