ગાંધીનગરમાં શ્રી શ્રી રવિશંકરજીનાં સાન્નિધ્યમાં રુદ્ર પૂજાનું આયોજન

690

ગાંધીનગરમાં ૩ ડીસેમ્બરના રોજ સાંજે શ્રી શ્રીનાં સાન્નિધ્યમાં રુદ્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સોમવાર હોઈ રુદ્ર પૂજાનું મહત્ત્વ વિશેષ આંકવામાં આવે છે. ગાંધીનગર સેકટર – રર, રંગમચ ખાતે સાંજે પ.૦૦ કલાકે રૂદ્રપુજાની શરૂઆત કરાશે. સામાન્ય રીતે વિશ્વશાંતિ અને સકારાત્મકતા માટે આ પૂજાનું વિશેષ મહત્વ હોવાથી તમામને આમંત્રણ છે. પરંતુ તેનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હોવાનું આર્ટ ઓફ લીવીંગ વતી સ્થાનિક સંચાલક ભુલાભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અતિ પ્રાચીન તથા વેદોક્ત રુદ્‌ર્પુજાના મંત્રોચ્ચારથી  વ્યક્તિનાં જીવનમાંથી સઘળાં અનિષ્ટોનો નાશ થાય છે અને ઇષ્ટ પ્રાપ્તિ થાય છે. શ્રી શ્રી ગુરુકુળ- વેદ આગમ પંડિતો દ્વારા રુદ્‌ર્પુજાના મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવનાર છે, તથા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સ્વયં રુદ્રાભિષેક કરનાર છે. રુદ્‌ર્પુજાના મંત્રોની આસપાસનાં વાતાવરણમાં ૧૦૮ કિલા ેમીટરની ત્રિજ્યામાં સકારાત્મક અસર થાય છે, અને જે લાંબા સમય સુધી રહે છે. ગાંધીનગરમાં સર્વ પ્રથમ વાર, શ્રી શ્રી રવિશંકરજીની ઉપસ્થિતિમાં રુદ્‌ર્પુજા યોજાનાર છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ શ્રી શ્રી રવિશંકરજીને યુએઈ દ્વારા રાષ્ટ્ર અતિથી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

આ પ્રકારનું નિમંત્રણ મેળવનાર તેઓ એક માત્ર ભારતીય અધ્યાત્મ ગુરુ છે. શ્રી શ્રી ની પ્રેરણાથી ૩૮ વર્ષથી આર્ટ ઓફ લિવિંગ સંસ્થા શાંતિ, સંવાદિતા, સંઘર્ષ નિવારણ, વ્યસન મુક્તિ, નારી સશક્તિકરણ, ગ્રામ સશક્તિ કરણ, નદીઓનું પુનર્જીવન જેવા વિવિધ ક્ષેત્રોમાં વિશ્વભરમાં સેવા કર્યો કરી રહેલ છે.

Previous articleઓનલાઇન હાજરી અપલોડ કરવામાં બેદરકાર ૪૬ શાળાને નોટિસ ફટકારાઈ
Next articleગોઝારિયામાં ખાનગી બેન્કનું એટીએમ તોડવાનો પ્રયાસ