જસદણ પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો

1182

જસદણની બેઠક જીતવા માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જામી છે ત્યારે જસદણ પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો થયો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા કથિત રીતે અહીં કોળી સમાજના આગેવાનોને ટિકિટ અપાય એવી શક્યતાઓ વચ્ચે પાટીદારોની નારાજગી સામે આવી છે. પાટીદાર આગેવાનો દ્વારા આ અંગે પોતાની વ્યથા વ્યક્ત કરતો પત્ર લખ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને લખાયેલા આ પત્રમાં પાટીદારોએ ભારોભાર નારાજગી વ્યક્ત કરતાં લખ્યું છે કે, કોંગ્રેસે પાટીદારોનો ઉપયોગ કરી હાંસિયામાં ધકેલી દીધા છે.

Previous articleવાતાવરણમાં પલ્ટો આવતા કોબીજ ફલાવરના પાક પર સંકટના વાદળો
Next articleઊના દલિત કાંડના પીડિતોએ રાષ્ટ્રપતિ કોવિંદ સામે કરી ઈચ્છા મૃત્યુની માંગ