ચાર વર્ષની બાળાનું અપહરણ થયા બાદ હત્યા કરાયેલી હાલતે લાશ મળી આવી

686
bvn22112017-7.jpg

ગઢડા તાલુકાના રસનાળ ગામે ગત મોડીસાંજે ચાર વર્ષની બાળા ગુમ થઈ ગઈ હતી. પરિવારજનો અને ગ્રામજનોએ મોડે સુધી શોધખોળ કર્યા બાદ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બાળાની શોધખોળ હાથ ધરતા વહેલી સવારે બાળાની હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચક્ચાર ફેલાઈ જવા પામી હતી. બાળા પર દુષ્કર્મ થયાની આશંકા સાથે પોલીસે બાળાના મૃતદેહને ભાવનગર સર ટી.માં પેનલ પી.એમ. અર્થે ખસેડાયો છે.
બનાવની મળતી વિગત મુજબ, ગઢડાના રસનાળ ગામે રહેતા શ્રમજીવી પરિવારની ચાર વર્ષની માસુમ બાળા ગઈકાલે સાંજે પોતાના ઘર પાસે રમતી હતી તે વેળાએ અચાનક ગુમ થઈ જતા બાળાના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. બાદ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ બાળાની શોધખોળ શરી કરાતા વહેલી સવારે રસનાળ ગામે નદીના કાંઠે બાવળની કાંટમાંથી બાળાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા બોટાદ એસ.પી., એલસીબી, ઢસા પોલીસ સ્ટાફ સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા. બાળાનો મૃતદેહ જોતા પ્રથમ દ્રષ્ટિએ દુષ્કર્મ થયાની આશંકા સાથે મૃતદેહને ભાવનગર સર ટી.માં પેનલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે વિવિધ કલમો મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Previous articleભીલવાડા સર્કલથી દિપક ચોક સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં
Next articleકોંગ્રેસના દિલીપસિંહ, નીતાબેન અને કાંતિભાઈએ ઉમેદવારી કરી