કુખ્યાત ત્રાસવાદી નવીદ જટ ભીષણ અથડામણમાં ફૂંકાયો

588

પત્રકાર સુજાત બુખારીની હત્યામાં સામેલ લશ્કરે તોઇબાના કુખ્યાત ત્રાસવાદી નવીદ જટને સુરક્ષા દળોએ ઠાર મારી દીધો છે. આને મોટી સફળતા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગરના મહારાજા હરિસિંહ હોસ્પિટલની અંદર હુમલો કરીને લશ્કરે તોઇબાના ત્રાસવાદીઓએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અબુ હંજુલા ઉર્ફે નવીદ જટને છોડાવી લીધો હતો. આ હુમલામાં બે પોલીસ કર્મીઓ શહીદ થયા હતા. બીજી બાજુ બુખારી હત્યાકાંડમાં સામેલ રહેલા આતંકવાદી આઝાદ મલિક એન્કાઉન્ટરમાં પહેલાથી જ ઠાર થઇ ચુક્યો છે. લશ્કરના પાકિસ્તાની ત્રાસવાદી નવી જટને વર્ષ ૨૦૧૪માં દક્ષિણ કાશ્મીરના પુલગામમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. નવીદ શ્રીનગર સેન્ટ્રલ જેલમાં હતો. હુમલા હેઠળ નવીદે પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી ત્યારબાદ તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. યોજના મુજબ હોસ્પિટલ પર હુમલો કરાયો હતો અને નવીદને છોડાવી લેવાયો હત. વર્ષ ૨૦૧૧માં લશ્કરે તોઇબામાં સામેલ થયા બાદ નવીદ ખીણમાં સક્રિય હતો.

તે શ્રીનગરના હૈદરપુરામાં સેના અને સાઉથ કાશ્મીરમાં પોલીસ અને સીઆરપીએફ કેમ્પ પર કરાયેલા હુમલામાં સામેલ હતો. વર્ષ ૨૦૧૪માં તેને પકડી પાડવામાં આવ્યો હતો. નવીદને તોઇબાના કમાન્ડર કાસીમના જમણા હાથ તરીકે ગણવામાં આવતો હતો. કાસીમને સુરક્ષા દળોએ ૨૦૧૫માં કુલગામમાં ઠાર કરી દેવાયો હતો. જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી. તેના અંગે એમ કહેવામાં આવે છે કે, આ ખુબ જ કુખ્યાત ત્રાસવાદી હતો. તે બાળકોની હત્યામાં પણ સીધીરીતે સંડોવાયેલો હતો. તેને ઠાર કરી દેવમાં આવ્યા બાદ મોટી રાહત મળી છે. રાજ્યના પોલીસ અધિકારીઓ તથા ડીજીપી દિલબાગસિંહે કહ્યં છે કે, નવીદ મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી હતો. છેલ્લા ૧૦ મહિનાના ગાળામાં જ ૨૩૦થી વધ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ઓપરેશન ઓલઆઉટના પરિણામ સ્વરુપે આતંકવાદીઓની કમર તુટી ગઈ છે.

ત્રાસવાદીઓ છેલ્લી ઘડીની લડત લડી રહ્યા છે. જો કે, હજુ પણ સ્થાનિક યુવાનો ત્રાસવાદીઓ પ્રત્યે સહાનભૂતિ ધરાવે છે જેથી કેટલાક વિસ્તારમાં ત્રાસવાદીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે. આજે એન્કાન્ટર દરમિયાન પણ સ્થાનિક લોકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. નવીદના મૃતદેહને પાકિસ્તાનને સોંપવાની કવાયત પણ ચાલી રહી છે. પત્રકાર સુજાત બુખારીની હત્યામાં પણ નવીદ સામેલ હતો. અનેક બાળકોની હત્યામાં સામેલ હતો.

Previous articleઅસ્થાના સંબંધિત કેસ ફાઇલ ચકાસવાની વર્માને અંતે મંજુરી
Next articleસાર્કમાં ભારત કોઇ કિંમતે ભાગ લેશે જ નહીં : સુષમા