પાક સરકાર-સેના ભારત સાથે સારા સંબંધ ઇચ્છે છે

732

શીખના પવિત્ર સ્થળ કરતારપુર સાહેબ માટે કોરિડોરના શિલાન્યાસના પ્રસંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને દુશ્મની ભુલીને દોસ્તીના માર્ગ ઉપર આગળ વધવા આજે અપીલ કરી હતી. ઇમરાને કહ્યું હતું કે, પાકિસ્તાની સરકાર અને સેના વચ્ચે હંમેશા મતભેદના સમાચાર રહે છે પરંતુ પાકિસ્તાની સેના અને સરકાર બંને ભારત સાથે સારા સંબંધ ઇચ્છે છે. ભારત સાથે સારા સંબંધોને લઇને બંનેના એક મત રહેલા છે. ઇમરાને કહ્યું હતું કે, બંને તરફથી ભુલો થઇ છે પરંતુ જ્યાં સુધી આગળ વધીશું નહીં ત્યાં સુધી દુશ્મની ખતમ થઇ શકશે નહીં. પાકિસ્તાની વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, જર્મની અને જાપાનની લડાઈમાં મોટી સંખ્યામાં લોકોના મોત થઇ ચુક્યા છે પરંતુ હવે આ ંબને દેશો દુશ્મની ભુલી ચુક્યા છે અને સંબંધો મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

આજે જર્મની અને જાપાન આગળ વધી શકે છે તો ભારત અને પાકિસ્તાન કેમ વધી શકે નહીં. ફ્રાંસ અને જર્મની એક યુનિયન બનાવીને આગળ વધી રહ્યા છે. અમે એકબીજાના લોકોને મારી ચુક્યા છે પરંતુ કત્લેઆમની સ્થિતિ ક્યારે પણ સર્જાઈ નથી. ઇમરાને કહ્યું હતું કે, અમે આગળ વધીને ફરીવાર પાછા જતા રહીએ છીએ. વાતચીતને આગળ વધારવાની જરૂર છે. ઇમરાન ખાને આતંકવાદીને રોકવાની કોઇપણ વાત કરી ન હતી પરંતુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઇમરાને કહ્યું હતું કે, અમે કાશ્મીરના મુદ્દાને વારંવાર ઉઠાવીએ છીએ જ્યારે વ્યક્તિ ચંદ્ર ઉપર પહોંચે છે ત્યારે આ પ્રકારના વિવાદને ઉકેલી શકાય નહીં તેમ માનવા માટે કોઇ કારણ નથી. સરહદની બંને બાજુએ મજબૂત ઇરાદા સાથેની સરકારની જરૂર છે. સારા સંબંધો માટે ઘણા પગલાની જરૂર છે. ચીને ૩૦ વર્ષમાં ૭૦ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. જો કે, ઇમરાન ખાને આતંકવાદને ખતમ કરવાની ભારતની વાત ઉપર કોઇપણ વાત કરી ન હતી. કરતારપુરમાં તમામ સુવિધા આપવાની ઇમરાન ખાને ખાતરી આપી હતી અને કહ્યું હતું કે, ગયા વર્ષે જ્યારે સિદ્ધૂ પરત ફર્યા ત્યારે તેમની વ્યાપક ટીકા થઇ હતી. વિવાદ માટેનું કારણ સમજાયું ન હતું. ઇમરાને એમ પણ કહ્યું હતું કે, નવજોત સિદ્ધૂ અહીં આવીને ચૂંટણી લડશે તો પણ વિજેતા થઇ જશે. સિદ્ધૂને લઇને ઇમરાન ખાને પ્રશંસા કરી હતી. ઇમરાને એમ પણ કહ્યું હતું કે, લીડરશીપ મજબૂત ઇરાદો કરે ત્યારે દરેક બાબત શક્ય છે. સિદ્ધૂ ભારતના વડાપ્રધાન બનશે ત્યારે સંબંધ મજબૂત થશે તેની રાહ જોવી જોઇએ નહીં.

Previous articleસાર્કમાં ભારત કોઇ કિંમતે ભાગ લેશે જ નહીં : સુષમા
Next articleતેલંગાણામાં ટ્રાન્સજેન્ડર ઉમેદવાર લાપતા થતા ખળભળાટ મચ્યો