તેલંગાણામાં ટ્રાન્સજેન્ડર ઉમેદવાર લાપતા થતા ખળભળાટ મચ્યો

649

ટ્રાન્સજેન્ડર મહિલાચંદ્રમુખી કે જેઓ આ વર્ષે તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી લડવાના છે. હાલમાં જ સમાચાર મળ્યા છે કે તેઓ લાપતા થઇ ગયા છે. ૩૨ વર્ષીય ચંદ્રમુખી કે જેઓ ચૂંટણીના ઉમેદવાર છે તેઓ અચાનક જ ગાયબ થઇ ગયા છે.ચંદ્રમુખી મૂવ્વલા કે જેઓ દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે જેઓ તેલંગણાની આવનારી ચૂંટણી લડવાના હતા. મંગળવારે સવારે ૮ઃ ૨૫ વાગ્યે તેઓ ગુમ થયા હતા ત્યારબાદ તેના પરિવારે એફઆઈઆર નોંધાવી હતી.

પોલીસે હાલ સીસીટીવી કેમેરાની મદદથી ચંદ્ર્‌મુખીને શોધવાના પ્રયાસ હાથ ધર્યા છે.ચંદ્રમુખીને છેલ્લે ૮ઃ ૧૭ વાગ્યે સવારે ફોન આવ્યો હતો.

હૈદરાબાદમાં ટ્રાન્સજેન્ડર કોમ્યુનીટી માટે ચંદ્રમુખી એક ઓળખીતો ચહેરો છે. અનીથા મુવ્વલા જે જેઓ ચંદ્રમુખીના માતા છે તેમણે છેલ્લે ૮ થી ૯ વાગ્યાની વચ્ચે ચંદ્રમુખી સાથે વાત કરી હતી.અનીથાએ કહ્યું હતું કે તે ટીકીટ મળી જવાને લીધે ઘણી ખુશ હતી. મને બીક લાગી રહી છે કે તેની સાથે કોઈ અજુગતું ન થઇ જાય.

થોડા સમય પહેલા તેમણે ચૂંટણી વિશે કહ્યું હતું કે મને કોઈ પાર્ટી સપોર્ટ નહતી કરી રહી. ટ્રાન્સજેન્ડરને ટીકીટ આપવા માટે કોઈ પાર્ટી તૈયાર નહતી થઇ. પરંતુ બીએલએફે મને ટીકીટ આપી અને મેં મારું નોમિનેશન ભરી લીધું છે.

Previous articleપાક સરકાર-સેના ભારત સાથે સારા સંબંધ ઇચ્છે છે
Next articleમ.પ્રદેશ ચૂંટણી : મતદાન બાદ કમલનાથે પંજો બતાવતા વિવાદ