મધ્યપ્રદેશ વિધાનસત્રાની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યુ છે ત્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથે વિવાદ સર્જવા માટે પણ મોદી જેવી જ ભૂલ કરી હતી.કમલનાથે મતદાન બાદ કોંગ્રેસ પાર્ટીનુ ચિન્હ એટલે કે પંજો બતાવ્યો હતો.ચૂંટણી ચિન્હ બતાવવુ એ કાયદાકીય રીતે માન્ય નથી.ભાજપના નેતાઓએ આ મામલામાં કમલનાથ પર ફરિયાદ થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી દરમિયાન અમદાવાદમાં વોટિંગ કર્યા બાદ પક્ષનુ પ્રતિક એવા કમળની સાથે સેલ્ફી લીધી હતી.
એ પછી ચૂંટણી પંચે ગુજરાત સરકારને નરેન્દ્ર મોદી સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.